પોલીસે ગેંગરેપની ઘટના મામલે જણાવ્યું હતું કે સમગ્ર કેસની તપાસ ચાલું છે. 7થી 13 વર્ષના સગીરોનું આ કારસ્તાન છે. આ ઘટના બે-ત્રણ મહિના પહેલાં બની હોવાનું કહેવાય છે. પોલીસે સગીરોના મોબાઈલ પણ તપાસ માટે જપ્ત કર્યા છે.
Home » ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ઘાતક અસર, સગીરોએ સગીરા પર આચર્યું સામૂહિક દુષ્કર્મ
ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ઘાતક અસર, સગીરોએ સગીરા પર આચર્યું સામૂહિક દુષ્કર્મ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
74
છત્તીસગઢના અંબિકાપુરમાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. 7થી 13 વર્ષના સગીરોએ અશ્લીલ વીડિયો જોઈને આ હેવાનિયત ભરેલી ઘટનાને અંજામ આપ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે સામૂહિક દુષ્કર્મ કરનારા આરોપીઓ બાળકીના પરિવારના જ સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. સગીરોની જ્યારે પૂછપરછ કરાઈ ત્યારે તેમણે મોબાઈલ પર અશ્લીલ વીડિયો જોઈને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી.
દુષ્કર્મની ઘટના બાદ બાળકીની તબિયત લથડી હતી અને તેના પેટમાં દુખાવો થતો હતો. મહત્વની વાત એ છે કે બાળકીના પરિવારના સભ્યોને આ ઘટનાની જાણ થઈ નહોતી.
મોટા ભાઈને આ ઘટનાની જાણ થઈ હતી અને તેણે પરિવારને આ ઘટનાથી વાકેફ કર્યા હતા. પરિવારજનોએ 7થી 13 વર્ષના બાળકોની પૂછપરછ કરી ત્યારે તેમણે હકીકત જણાવી હતી. પરિવારજનો બાળકીને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી.
‘કાંટા લગા ગર્લ’ ફેમ shefali jariwala ના હૉટ બિકિની લુકે જીતી લીધું ફેન્સનું દિલ! જુઓ Photos
By Vipul Sen
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject