61

જ્યારે કોઈ વ્યક્તિ મોટા સપના જુએ છે, ત્યારે તેણે એટલી જ ધીરજ રાખવી જોઈએ કારણ કે, મોટા સપનાં પૂરાં થવામાં વધુ સમય લાગે છે. આ વિધાન માત્ર પુસ્તકોમાં જ નહીં પણ વાસ્તવિક જીવનમાં પણ એટલું જ મહત્વનું છે. UPSC પરીક્ષાને દેશની સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે, જેની તૈયારી વિદ્યાર્થીઓ તેમના શાળાના દિવસોથી જ શરૂ કરી દે છે. દર વર્ષે 8 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લે છે. માત્ર હજારો ઉમેદવારો જ આ પરીક્ષાના તમામ તબક્કાઓ પાર કરી શકે છે.
UPSC વિશે એવું પણ કહેવાય છે કે, આ પરીક્ષા તૈયારીની સાથે નસીબ અને અનિશ્ચિતતાનું મિશ્રણ છે. એ જરૂરી નથી કે પરીક્ષા પહેલા જ પ્રયાસમાં જ ક્લીયર થઈ જવી જોઈએ અને હોય તો પણ ઈચ્છિત સેવા મળી જ જાય તે જરૂરી નથી. આ કિસ્સામાં, ફક્ત ધીરજ કામ કરે છે. UPSC 2017માં રેન્ક 1 મેળવનાર દુર્શેટ્ટી અનુદીપની સફર પણ આ નિવેદનને સાર્થક કરે છે. આશા છે કે, અનુદીપની UPSC યાત્રા અન્ય ઉમેદવારોને પ્રેરણા આપશે.
અનુદીપની UPSCની સફર ઘણી મુશ્કેલ હતી
તેલંગાણાના વતની અનુદીપે પણ એટલી જ લાંબી UPSC સફર કરી છે. 2017માં રેન્ક 1 મેળવનાર અનુદીપ ક્યારેય IAS રેન્ક મેળવવાથી ઓછું ઇચ્છતો ન હતો. પરંતુ IAS બનવાની આ સફર એટલી સરળ નહતી. અનુદીપની સફર 2011 માં BITS પિલાની સાથે શરૂ થાય છે જ્યાંથી તેણે તેની એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.
એન્જિનિયરિંગ પછી તે ગૂગલ જેવી સંસ્થામાં જોડાયો પરંતુ તેનું લક્ષ્ય કંઈક બીજું હતું. બસ પછી શું હતું, તે સિવિલ સર્વિસની તૈયારીમાં લાગી ગયો પરંતુ પ્રથમ પ્રયાસમાં સફળતા ન મળી અને નોકરી દરમિયાન પણ તેની તૈયારી ચાલુ રહી.
IRS બન્યા પણ IASનું લક્ષ્ય ન છોડ્યું
તૈયારી કરતી વખતે, અનુદીપે 2013માં પહેલો પ્રયાસ કર્યો અને UPSCમાં 790 રેન્ક મેળવ્યો જેમાં તેને ભારતીય મહેસૂલ સેવા અધિકારીનું પદ મળ્યું. અનુદીપ સેવામાં જોડાયો પરંતુ તેનાથી તેમને જરાય સંતોષ ન થયો અને સતત ચાર વર્ષ સુધી પ્રયાસ કરતા રહ્યા. જોકે, 2014 અને 2015માં તેને સફળતા મળી ન હતી.
2017 માં તેણે તેનો અંતિમ પ્રયાસ કર્યો અને તેના અથાગ પ્રયત્નોએ આખરે તેનો જાદુ ચલાવ્યો અને તેણે 2017ની પરીક્ષામાં 1 ક્રમ મેળવ્યો અને તેનું IAS બનવાનું સ્વપ્ન સાકાર થયું. આ સાથે અનુદીપે તેલંગાણાના પ્રથમ UPSC ટોપર બનવાનો ખિતાબ પણ જીત્યો.