13

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ બાદના વેબિનારમાં સંબોધન કરતાં કહ્યું હતું કે કોરોના વેક્સીનેશનમાં કો-વિન જેવા ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી આપણી ડિજિટલ ટેકનોલોજીને આખી દુનિયાએ સ્વીકારી છે. તેમણે કહ્યું કે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન કન્ઝયુમર અને હેલ્થકેર પ્રોડકટના વચ્ચે આસાની ઉપલબ્ધ કરાવે છે. જેનાથી દેશમાં સારવાર મેળવવી અને સારવાર આપવી બંને આસાન થઇ જશે.
વન ઇન્ડીયા, વન હેલ્થ
પીએમ મોદીએ વેબિનારમાં કહ્યું હતું કે તેમનો પ્રયાસ છે કે ક્રિટીકલ હેલ્થકેર સુવિધા બ્લોક સ્તરે, જીલ્લા સ્તરે થાય અને ગામડાઓની નજીક થાય. આ ઇન્ફ્રાસ્ટ્રકચરને મેઇન્ટેન કરવા માટે અને તેને સમયાંતરે અપગ્રેડ કરવું પણ એટલું જ જરુરી છે. જેના માટે પ્રાઇવેટ સેકટર્સ અને અન્ય સેક્ટર્સે પણ વધુ ઉર્જા સાથે આગળ આવવું પડશે. તે ભારતમાં એવું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવા ઇચ્છે છે જે માત્ર મોટા શહેરો સુધી જ સિમીત ના રહે . વન હેલ્થ, વન અર્થની સ્પિરીટ જેવું આપણે ભારતમાં પણ વન ઇન્ડીયા, વન હેલ્થની જેમ અંતરિયાળ વિસ્તારોમાં પણ એક સમાન આરોગ્ય સેવા પુરી પાડવી છે.
1.5 લાખ હેલ્થ સેન્ટરનું નિર્માણ
તેમણે કહ્યું કે, પ્રાઇમરી હેલ્થકેર નેટવર્કનું કામ વધુ સશક્ત કરવા માટે 1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેંન્ટરના નિર્માણનું કામ પણ તેજીથી ચાલી રહ્યુ છે. અત્યાર સુધી 85 હજારથી વધુ સેન્ટરમાં રુટીન ચેકઅપ અને રસીકરણ તથા ટેસ્ટની સુવિધા અપાઇ છે અને આ વખતના બજેટમાં તેમાં મેન્ટલ હેલ્થકેરની સુવિઘા પણ જોડી દેવાઇ છે. તેમણે કહ્યું કે હેલ્થ સર્વિસની માંગ વધી રહી છે તે મુજબ સ્કીલ્ડ હેલ્થ પ્રોફેશનલ તૈયાર કરવાના પણ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આ વેબિનારમાં વિશ્વના સૌથી મોટા વેક્સીનેશન મિશનને સફળતાપુર્વક ચલાવવા માટે 130 કરોડ દેશવાસીઓની તરફથી અભિનંદન આપ્યા હતા તથા કહ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન, ફિટ ઇન્ડીયા મિશન કે પોષણ મિશન અને મિશન ઇન્દ્રધનુષ હોય, તમામ મિશનને તેમણે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવું છે