
હાઈકોર્ટે હરિયાણાવાસીઓને ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા અનામત આપવાના કાયદાને પડકારતી અરજીઓ પર સુનવણી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી અને સરકારને નોટિસ પાઠવી પુછ્યુ હતું કે શા માટે સરકારના આ કાયદા પર સ્ટે ન મુકવો જોઈએ. આ મામલે દાખલ કરવામાં આવેલી અરજીમાં રોજગાર અધિનિયમ 2020 રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં એવી આશંકા વ્યક્ત કરાઈ છે આ કાયદાના અમલીકરણથી હરિયણામાંથી ઉદ્યોગોનું પલાયન થશે અને કૌશલ્ય ધરાવતા યુવાનોના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થશે.