37

જમ્મુ કાશ્મીર, નોઈડા અને અન્ય વિસ્તારોમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા.જમ્મુ-કાશ્મીરના કાશ્મીર ઘાટી અને જમ્મુ ડિવિઝનમાં ભૂકંપના જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકો ઘરની પોતાનો જીવ બચાવવા માટે ખુલ્લા મેદાન બાજુ દોડી આવ્યાં હતા. ભૂકંપની તીવ્રતા 5.7 રેકટર સ્કેલ હોવાનું સામે આવ્યું છે.દિલ્હી- નોઈડા અને ચંદીગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિપોર્ટ અનુસાર એપી સેન્ટર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તાર રહ્યું છે.
ભૂકંપ વખતે શું રાખવી તકેદારી
ભૂકંપ આવતા શું સાવચેતી રાખવી તેના આપને જણાવ્યે જેથી કરી તેમ તમારો જીવ બચાવી શકો છે. ભૂકંપના આંચકા અનુભવો ત્યારે બિલકુલ ગભરાશો નહીં. સૌ પ્રથમ, જો તમે બિલ્ડિંગમાં હાજર છો, તો પછી બહાર આવો ખુલ્લી જગ્યા પર જતા રહેવાનો આગ્રહ રાખવો. તેમજ નીચે ઉતરની વખતે લિફ્ટનો બિલકુલ ઉપયોગ કરવો નહીં.
ભૂંકપ દરમિયાન લિફ્ટનો ઉપયોગ કરવો ખતરનાક છે. તેમજ કોઈપણ જોખમી બિલ્ડિંગ નીચે ઉભા રહેવું નહીં. જો તમે ઉપરના ટોપ ફ્લોરપર છો તો બને તો નીચે ઉતરવું નહીં. બિલ્ડિંગના ધાબા પર પણ તમે જઈને તમારો જીવ બચાવી શકો છો.