
ભારતમાં પ્રવેશ માટે ટેસ્લાના આયોજનને આંચકો લાગ્યો છે. સરકારે ટેસ્લાની ટેક્સમાંથી મુક્તિની માગને ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં ટેસ્લાના માલિક એલોન મસ્કે ટ્વિટર પર એક યુઝરને પૂછ્યું હતું કે, ભારતમાં ટેસ્લા ક્યારે લોન્ચ થશે. જેના જવાબમાં ઈલોન મસ્કએ કહ્યું હતું કે, ટેસ્લા ઈમ્પોર્ટ ટેક્સ પર નિર્ણય લીધા બાદ જ ભારતમાં પ્રવેશ કરશે. બીજી તરફ, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે, જો ટેસ્લાને ટેક્સમાં છૂટ જોઈતી હોય, તો તેણે પહેલા ભારતમાં ટેસ્લાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા પડશે.
ટેસ્લાની માગ પર સરકારે આ જવાબ આપ્યો
સરકારે તેમની માગને એ કહીને ઠુકરાવી દીધી છે કે ભારત પાસે આ માટે પહેલાથી જ નીતિ છે. આ નીતિ હેઠળ, ઓટો કંપનીઓને ભારતમાં આંશિક રીતે બનેલા વાહનોની આયાત કરવાની અને ઓછા આયાત શુલ્ક પર અહીં એસેમ્બલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ પરોક્ષ કર અને કસ્ટમ્સના ચેરમેન વિવેક જોહરીએ જણાવ્યું હતું કે, અમે ડ્યુટીમાં કોઈ ફેરફારની જરૂર છે કે કેમ તે અંગે વિચારણા કરી છે.ભારતમાં હજુ પણ આયાત જકાત વધારે છે.
ટેસ્લાના મોડલ 3ની યુએસમાં કિંમત 30 લાખ રૂપિયા છે.પરંતુ ભારતમાં આયાત ડ્યુટી સાથે 60 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થશે. જે ઘણું વધારે છે. હાલમાં, ભારતમાં રૂ. 30 લાખથી વધુની કિંમતની કારની આયાત પર વીમો, શિપિંગ ખર્ચ સહિત 100% ટેક્સ લાગે છે. તે જ સમયે, 30 લાખથી ઓછી કિંમતની કારની આયાત કરવા માટે 60% સુધીની આયાત જકાત ચૂકવવી પડશે.ટેસ્લા મોડલ 3 લોન્ચ કરવાની યોજના ધરાવે છે.ટેસ્લાએ તેની ઓફિસ પનવેલ, મુંબઈમાં રજિસ્ટર કરાવી છે. કંપની ભારતમાં તેની મોડલ 3 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહી હતી. તે જ સમયે, કંપની આ ઇલેક્ટ્રિક કાર પછી ભારતમાં બીજી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહી હતી.