30

ઇન્ડિયન ઇન્સ્ચિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડિપાર્ટમેમન્ટના સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન સ્પેસ સાયન્સના સોલર ઇરપ્શનસને ભૂ-ચુંબકીય તોફાન વિશે ટ્વિટ કરીને જાણકારી આપી છે.
બુધવાર અને ગુરુવારે પૃથ્વી પર વધુ એક નવો ખતરો મંડરાઇ રહ્યો છે. આજે એક નવો સૌર વિસ્ફોટ પૃથ્વી પર ત્રાટકવાની આશંકા છે. જેના કારણે બુધવાર અને ગુરુવારે પૃથ્વી પર જીઓમેગ્નેટિક વાવાઝોડાની સંભાવના છે. આના એક સપ્તાહ પહેલા પણ આવું જ એક વાવાઝોડું આવ્યું હતું પરંતું તેની કોઈ મોટી અસર થઈ પૃથ્વી પર થઇ ન હતી.
CESSએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે, પૃથ્વી 9 ફેબ્રુઆરીએ ભારતીય સમય અનુસાર સવારે 11.18 વાગ્યાથી 10 ફેબ્રુઆરીએ બપોરે 3.23 વાગ્યા સુધી મધ્યમ-સ્તરના જીઓમેગ્નેટિક વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે. આ તોફાની પવનની રેન્જ 451-615 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોઈ શકે છે. જેની અસર બહુ જોખમી હોવાની શક્યતા નથી. સૌર તોફાન ભૌગોલિક ચુંબકીય પ્રવૃત્તિમાં વધારો કરી શકે છે.
કોમ્યુનિકેશન સિસ્ટમ, ટ્રાન્સમિશનમાં સમસ્યા આવી શકે
જીઓમેગ્નેટિક વાવાઝોડાઓ સંચાર પ્રણાલી, પ્રસારણ, રેડિયો નેટવર્ક, નેવિગેશન વગેરેમાં સમસ્યા ઊભી કરી શકે છે. પૃથ્વી પર સૌર વાવાઝોડાનું સૌથી ખરાબ સ્વરૂપ માર્ચ 1989માં જોવા મળ્યું હતું, જ્યારે કેનેડાની હાઇડ્રો-ક્યુબેક વીજળી ટ્રાન્સમિશન સિસ્ટમ સૌર વાવાઝોડાને કારણે 9 કલાક માટે બ્લેકઆઉટ થઈ ગઈ હતી.
જીઓમેગ્નેટિક તોફાનો શું છે?
જ્યારે સૂર્યમાંથી આવતા ચાર્જ કણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાય છે, ત્યારે જીઓમેગ્નેટિક તોફાન થાય છે, જેના કારણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થોડા સમય માટે અવરોધાય છે. જીઓમેગ્નેટિક તોફાન પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મોટા ફેરફારનું કારણ બને છે.