24

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ જેપી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ રવિવારે સવારે હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હેકર્સે ટ્વીટમાં લખ્યું, “માફ કરશો મારું એકાઉન્ટ હેક થઈ ગયું છે. અહીં રશિયાને દાન આપવા માટે કારણ કે તેમને મદદની જરૂર છે.” હેકર્સે પ્રોફાઈલનું નામ પણ બદલીને ICG OWNS India કરી દીધું હતું, જોકે હવે આ ટ્વીટ ડિલીટ કરવામાં આવી છે.

જેપી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ રશિયા અને યુક્રેનને મદદ કરવા માટે ક્રિપ્ટોકરન્સીમાં દાનની અપીલ કરવામાં આવી હતી. અન્ય એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આપણે રશિયાના લોકો સાથે ઉભા રહેવાનું છે. હવે ક્રિપ્ટોકરન્સી બિટકોઈન અને ઈથેરિયમની પણ મદદ લેવામાં આવશે. હેક થયેલા એકાઉન્ટમાંથી યુક્રેનની મદદ અંગે એક ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું.
હવે આ ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું છે તથા હેકરે કરેલી ટ્વિટ ડિલીટ કરવામાં આવી છે.