
રાજકારણમાં હવે રાજકીય
આગેવાનો પક્ષપલટો કરે એ સામાન્ય થઈ ગયું છે, ત્યાર બાદ હવે તો ક્રિકેટર, સિંગર અને ફિલ્મ સ્ટાર પણ રાજકારણમાં જોડાવા લાગ્યા છે, અને હવે વધુ એક ફિલ્ડના હીરોએ ભાજપ પક્ષનો
ખેસ ધારણ કર્યો છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા, WWEના કુસ્તીબાજ ધ ગ્રેટ ખલી ઉર્ફે દિલીપ સિંહ રાણા આજે ગુરુવારે દિલ્હીમાં
ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત
રીતે જોડાયા છે. ગયા વર્ષની શરૂઆતમાં, ગ્રેટ
ખલી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલની મીટિંગના ફોટોગ્રાફ્સ સોશિયલ
મીડિયા પર વાયરલ થયા હતા અને
રાજકીય ગતિવિધિઓ એ વેગ પકડ્યો હતો. એવી
અટકળો ચાલી રહી હતી કે ખલી
પંજાબની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ
શકે છે. જો કે, આજે ગુરુવારે તેઓ ભાજપમાં જોડાયા હતા.
શું કહ્યું હતું કેજરીવાલ
એ ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગત વર્ષે ફેસબુક પર મીટિંગનો ફોટો શેર કરતા લખ્યું કે, ધ ગ્રેટ ખલીને દિલ્હીની વીજળી, પાણી, શાળા અને હોસ્પિટલનું કામ પસંદ આવ્યું.
તેણે એમ પણ લખ્યું હતું કે, હવે આ કામ પંજાબમાં પણ કરવું પડશે. અમે સાથે મળીને પંજાબને બદલીશું.
ખલી પંજાબના સિરમૌરનો છે રહેવાસી
ખલી સિરમૌર જિલ્લાના નૈનીધરનો રહેવાસી
છે. WWE રિંગમાંથી પરત ફર્યા બાદ તે ઘણા સમયથી
પંજાબમાં રહે છે. ખલીની પંજાબમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. જો કે,
કેજરીવાલને મળ્યા બાદ ખલીએ કહ્યું હતું કે હાલમાં એવો કોઈ વિચાર નથી.
કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો
દિલીપ સિંહ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલીએ પણ
કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો . ખેડૂતોના આંદોલન દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘ખેડૂતો
દેશની કરોડરજ્જુ છે. તે દેશના દરેક ખેડૂતની સાથે છે. સરકારની ખોટી નીતિઓને કારણે
ખેડૂતો રસ્તા પર આવી રહ્યા છે. જો ખેડૂતો પર બળજબરીથી કોઈ વટહુકમ લાદવામાં આવશે તો
આવા જ ધરણાં અને દેખાવો કરવામાં આવશે’. દિલીપસિંહ રાણાએ કહ્યું હતું કે, ‘હું
ખેડૂતનો દીકરો છું. હું ખેડૂતોના સંઘર્ષ અને લાગણીઓને સારી રીતે સમજી શકું છું.
કેન્દ્ર સરકારે વિચારીને નિર્ણય લેવો જોઈએ’.