Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘાસચારા કૌભાંડમાં લાલુપ્રસાદ યાદવને 5 વર્ષની સજા તેમજ 60 લાખનો દંડ

દેશભરમાં બહુચર્ચિત ડોરંગા ટ્રેઝરી ઘાસચારા કૌંભાડમાં લાલુ પ્રસાદ યાદવને આજે  સ્પેશિયલ કોર્ટે પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે.સાથે જ રુપિયા 60 લાખનો દંડ પણ ફટકાર્યો છે. CBIની સ્પેશિયલ કોર્ટેના જજ એસ.કે. શશિએ આજે  આ ચુકાદો સંભળાવ્યો હતો.લાલુપ્રસાદના નાક નીચેથી આ સમગ્ર કૌભાંડ થયું લાલુપ્રસાદની વકીલે કહ્યું કે આ મુદ્દે જામીન અરજી કરવાાં આવશે. પરંતું જ્યાં સુધી લાલુ પ્રસાદને જામીન ન
ઘાસચારા કૌભાંડમાં લાલુપ્રસાદ યાદવને 5 વર્ષની સજા તેમજ 60 લાખનો દંડ
દેશભરમાં બહુચર્ચિત ડોરંગા ટ્રેઝરી ઘાસચારા કૌંભાડમાં લાલુ પ્રસાદ યાદવને આજે  સ્પેશિયલ કોર્ટે પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે.સાથે જ રુપિયા 60 લાખનો દંડ પણ ફટકાર્યો છે. CBIની સ્પેશિયલ કોર્ટેના જજ એસ.કે. શશિએ આજે  આ ચુકાદો સંભળાવ્યો હતો.

લાલુપ્રસાદના નાક નીચેથી આ સમગ્ર કૌભાંડ થયું 
લાલુપ્રસાદની વકીલે કહ્યું કે આ મુદ્દે જામીન અરજી કરવાાં આવશે. પરંતું જ્યાં સુધી લાલુ પ્રસાદને જામીન ન મળે ત્યાં સુધી તે જેલમાં રહેશે. ડોરંગા નું ઘાસ ચારા કૌભાંડ દેશનું સૌથી વધુ ચર્ચિત કૌભાંડ છે. આ કૌભાંડમાં  લાલુપ્રસાદ યાદવને કોર્ટે ચારા કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર કરાર આપ્યો છે. સીબીઆઈ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી હતાં તેમજ નાણામંત્રીનો હવાલો તેમની પાસે હતો. તેમના નાક નીચેથી આ  સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું, એટલે કે આ તમામ હકીકતોથી તે વાકેફ હતાં. 15 ફેબ્રુઆરીના રોજ, CBIની વિશેષ અદાલતે લાલુ યાદવ અને અન્ય આરોપીઓને 139.5 કરોડ રૂપિયાનો દંડની સાથે ડોરંગા ટ્રેઝરી સાથે સંકળાયેલા ઘાસચારા કૌભાંડમાં દોષિત ઠેરવ્યા હતાં. આજે કોર્ટની આજની કાર્યવાહી ઓનલાઈન થઈ, લાલુ તેમાં  વર્ચ્યુઅલી જોડાયા હતાં.
 
ટ્રેઝરી કેસમાં કુલ 170 આરોપીઓ 
ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં કુલ 170 આરોપી  દોષિત હતા. તેમાંથી 55 મૃત્યુ પામ્યા છે, 7 સરકારી સાક્ષી બન્યા હતાં. તેમજ  2 આરોપીએ પોતનો ગુન્હો કબૂલ કર્યો હતો. તેમને 14 વર્ષની જેલની સજા થઇ છે. જ્યારે 24 લોકોને નિર્દોષ જાહેર કરાયાં હતાં.  દંડ સ્વરુપે તેમને 60 લાખ રુપિયા ભરવા પડ્યાં હતા. 

ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુને કેટલી સજા થઇ 
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ યાદવને ઘાસ ચારા કૌભાંડના અન્ય ચાર કેસ દુમકા, દેવઘર અને ચાઈબાસામાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે.ઘાસચારા કૌભાંડનો સોથી પહેલો કેસ ચાઈબાસામાં 37 કરોડની ઉચાપત મામલે લાલુને પાંચ વર્ષની સજા થઈ હતી. દેવઘર તિજોરીમાંથી 79 લાખ ઉપાડ મુદ્દે લાલુને 3.5 વર્ષની સજા થઈ હતી. ત્યાર બાદ તેને ચાઈબાસાના બીજા કેસમાં 33.13 લાખની ગેરકાયદે ઉપાડમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પછી દુમકા ટ્રેઝરી 3.13 કરોડની ટેક્સ ચોરી મામલે સાત વર્ષની સજા સંભળાવામાં આવી હતી.     
Advertisement
Tags :
Advertisement

.