કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, જ્યારથી મણિપુરમાં બીજેપીની ડબલ એન્જિન સરકાર બની છે ત્યારથી રાજ્ય વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. પરંતુ ભૂતકાળમાં બનેલી હિંસક ઘટનાઓમાં અહીં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમિત શાહે ઇમ્ફાલમાં જણાવ્યું હતું કે, “મણિપુરમાં ભાજપની સરકાર સત્તામાં આવી ત્યારે છેલ્લા છ વર્ષથી મણિપુર કર્ફ્યુ અને હિંસાથી મુક્ત થયું છે. મણિપુરમાં ડબલ એન્જિન સરકારે વિકાસના તમામ માપદંડોમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. હિંસક ઘટનાઓ સામે આવી છે.
89