
છેલ્લા ઘણા દિવસો રશિયા અને યુક્રેન વચ્ચે જંગ થાય
તેવા અહેવાલો સમગ્ર દુનિયામાં ભરતા થયા છે. જો જંગ થાય છે તો ત્રીજી વિશ્વ યુદ્ધ શરૂ
થાય તો નવાઇ નહી. જોકે, રશિયાએ હવે પીછે હઠ કરી છે તેમ છતાં દુનિયાભરની નજર રસિયા-યુક્રેનના ચાલી રહેલા વિવાદથી હટી નથી. હવે આ અંગે ભારતે પણ ઔપચારિક નિવેદન આપ્યું છે.
નવી દિલ્હીને ઉકેલ શોધવામા રસ
રશિયા-યુક્રેન સીમા પર કોઇ પણ સમયે તણાવ વધી શકે તે આશંકા
વચ્ચે ભારતે હવે ઔપચારિક નિવેદન આપ્યું છે. ભારત આ વિવાદ પર શાંતિ બનાવી રાખવાની
અપીલ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ
કહ્યું છે કે, નવી દિલ્હી એવો ઉકેલ શોધવામાં રસ ધરાવે છે જેના દ્વારા તણાવને
તાત્કાલિક ઓછો કરી શકાય. તિરુમૂર્તિએ કહ્યું કે, ભારત “તમામ સંબંધિત પક્ષોના
સંપર્કમાં છે”. અમારું માનવું છે કે કૂટનીતિક વાતચીત દ્વારા જ આ મુદ્દાને
ઉકેલી શકાય છે. ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે, તમામ એ પગલાથી બચવાની જરૂર છે જેના
કારણે ટેન્શન ઓછું થવાને બદલે વધે. આ સમસ્યા માત્ર અને માત્ર કૂટનીતિના આધારે જ
ઉકેલી શકાય છે. સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે ભારત આ સમગ્ર મામલે દરેક
પક્ષના સંપર્કમાં છે. કૂટનીતિક માર્ગો શોધવાનો પ્રયાસ કરવાનું તમામ પક્ષોને કહેવામાં આવી
રહ્યું છે. વળી,
ભારતે સ્પષ્ટ કર્યું છે કે, યુક્રેનમાં 20,000 થી વધુ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી તેની
સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતની
રૂચિ એવા ઉકેલ શોધવામાં છે કે જે તમામ દેશોના કાયદેસર સુરક્ષા હિતોને ધ્યાનમાં
રાખીને, તણાવને તાત્કાલિક દૂર કરી શકે અને તેનો ઉદ્દેશ્ય આ
ક્ષેત્રમાં અને તેનાથી આગળ લાંબા ગાળાની શાંતિ અને સ્થિરતા હાંસલ કરવાનો છે.
પશ્ચિમ દેશનું એકમાત્ર લક્ષ્ય યુદ્ધ છે – રશિયા
રશિયાએ UNSCને
જણાવ્યું હતું કે, બુધવારે યુક્રેનના વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું હતું કે, ડોનબાસના
વિશેષ દરજ્જા પર કોઈ નવો કાયદો નહીં હોય,
તેથી કોઈ સીધો કરાર થશે નહીં. તેમણે એ પણ સ્વીકાર્યું
કે મિન્સ્ક કરારને લાગુ કરવા માટે પશ્ચિમ દ્વારા તેમના પર કોઈ દબાણ કરવામાં આવ્યું
નથી. રશિયા તરફથી એવું કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ દેશનું એકમાત્ર લક્ષ્ય યુદ્ધ
છે. જો આમ ન થયું હોત તો યુક્રેનની કટપૂતળી સરકારને ઘણા સમય પહેલા મિન્સ્ક કરારનો
અમલ કરવાની ફરજ પડી હોત. હવે જ્યારે આ થઈ રહ્યું નથી, તો
આપણે કહી શકીએ કે પશ્ચિમ રશિયા સાથે યુદ્ધ ઇચ્છે છે.