
આજે જાહેર કરાયેલા તેલના ભાવ
ત્રણ મહિના કરતાં વધુ સમયથી સ્થિર રહ્યા છે. કિંમતોમાં કોઈ વધારો ન થયો હોવા છતાં,
દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ હજુ પણ 100
રૂપિયાથી વધુ છે.
પેટ્રોલની સૌથી વધુ કિંમત મુંબઈમાં 110
રૂપિયાની આસપાસ છે, જ્યારે હૈદરાબાદમાં 108.20 રૂપિયા
પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. દેશના ઘણા વિસ્તારોમા પેટ્રોલની કિંમત 100 રૂપિયાની ઉપર ગયા બાદ મોદી સરકારે 4 નવેમ્બર
2021ના રોજ પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ
લિટરનો ઘટાડો કર્યો હતો. કંપનીઓએ પણ 4 નવેમ્બરથી કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
સરકારે 15 જૂન, 2017 થી ક્રૂડની કિમત બજાર પર નિર્ભર કરી દેતા તેમની કિમતોમાં દરરોજ ફેરફાર જોવાં મળે છે
દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6
વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં
એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા
બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
દેશના શહેરો માં શું
ભે પેટ્રોલ – ડિઝલનો ભાવ
- દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા અને
ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે - મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ
રૂ. 94.14 પ્રતિ લીટર - ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ
રૂ. 91.43 પ્રતિ લીટર - કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ
રૂ. 89.79 પ્રતિ લીટર - બેંગ્લોર પેટ્રોલ રૂ. 100.58 અને
ડીઝલ રૂ. 85.01 પ્રતિ લીટર