37

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલન્સકીએ ભારતના વડાપ્રધાન મોદી પાસે મદદ માંગી છે. આ વિશેની ટ્વિવ પણ શેર કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિએ મોદી પાસે મદદ માંગતા કહ્યું કે, રશિયાના 1 લાખ સૈનિકોએ અમારા ઘરો પર હુમલા કર્યા, અમને તમારા પાસેથી ઘણી એપેક્ષા છે. અમારા મકાનો અને જમીનો પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. રહેણાંક વિસ્તારો બળી રહ્યા છે. તમે આ મુશ્કેલ સમયમાં અમને રાજકીય અને અન્ય મદદ કરો. અમે ઈચ્છીએ છીએ કે તમે UN સિક્યોરિટી કાઉન્સિલમાં યુક્રેનને સમર્થન આપો.આપણે સાથે મળીને આનો સામનો કરવો પડશે.
યુક્રેન મુદ્દે ભારતનું તટસ્થ વલણ
આ પહેલાં ભારતે unscમાં યુક્રેન મુદ્દે તટસ્થ વલણ અપનાવ્યું હતું. જેના પર રશિયાએ ખુશી વ્યક્ત કરી હતી. ભારતે વાટાઘાટોથી સમસ્યાનો ઉકેલ લાવવાની તરફેણ કરી છે. રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો, યુક્રેન પર રશિયાએ કરેલાં હુમલામાં ત્રીજા દિવસ ભારે ખુવારી સર્જાઇ છે. ત્રીજા દિવસે રશિયાએ દાવો કર્યો છે કે તેણે 800 જેટલા યુક્રેની સૈન્ય અડ્ડાઓનો ખાત્મો બોલાવ્યો છે. આ પૈકી 14 સૈન્ય હવાઈ વિસ્તાર, 19 કમાન્ડ પોસ્ટ, 24 S-300 એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ તેમ જ 48 રડાર સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુક્રેનની નૌકાદળની 8 નૌકા પણ ક્ષતિગ્રસ્ત થઇ છે.
આજે યુક્રેનમાં રહેણાંક ઇમારત પર રશિયાની સેનાએ મિસાઇલ હુમલો કર્યો છે. જેમાં વિસ્ફોટના કારણે ઘણી રહેણાંક ઇમારતોને મોટું નુકસાન થયું હતું. સાથે હાલમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે રશિયાનો યુક્રેન પર કબજો કરવાનો કોઈ ઈરાદો નથી. જો યુક્રેનિયન સેના આત્મસમર્પણ કરે તો મોસ્કો વાટાઘાટો કરવા તૈયાર છે. પરંતુ યુક્રેન ઝૂકવા તૈયાર નથી.
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી રશિયા સામે યુદ્ધમાં ઉતર્યા?
રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવની ખૂબ નજીક છે. હવે યુક્રેનમાં બળવાનો ખતરો છે ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી પોતે યુદ્ધના મોરચે પહોંચી ગયા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જેલેન્સકી એવા વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં રશિયન દળોએ હુમલા કર્યા છે. તસવીરોમાં ઝેલેન્સકી એક સૈનિક યુનિફોર્મમાં નજરે પડે છે.
યુરોપીયન દેશોએ પણ રશિયા સામે આકરું વલણ અપનાવ્યું
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે પુતિને અમારા 198 લોકોને માર્યા છે તેમાં ત્રણ બાળકો પણ છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ PM મોદી સાથે આજે વાત કરી હતી. જેમાં UNSCમાં સમર્થન આપવાની માંગણી કરી છે. અન્ય યુરોપીયન દેશોએ પણ રશિયા સામે આકરું વલણ અપનાવ્યું છે, બ્રિટને પુતિન અને તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લીવરોવની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. કેનેડા અને યુરોપિયન યુનિયને રશિયાને SWIFT પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કાઢવાની હાકલ કરી છે. સાથે જ ફ્રાન્સે યુક્રેનને 300 મિલિયન યુરો સહાય અને લશ્કરી સાધનો મોકલવાની ઓફર કરી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી રશિયા સામે યુદ્ધમાં ઉતર્યા?
રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવની ખૂબ નજીક