
ટીમ ઈન્ડિયા હાલમાં બે મેચની ટેસ્ટ
સીરીઝની પ્રથમ મેચમાં શ્રીલંકાનો સામનો કરી રહી છે. ભારતીય ટીમ આ મેચ જીતવાની નજીક
છે. રવિચંદ્રન અશ્વિન માટે આ મેચ ઘણી ખાસ રહી છે. અશ્વિન આ મેચમાં ભારત માટે સૌથી
વધુ ટેસ્ટ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે. તેણે આ મામલે દિગ્ગજ કેપ્ટન કપિલ
દેવને પાછળ છોડી દીધો છે.
ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ
વિકેટ લેનારા બોલરોની યાદીમાં રવિચંદ્રન અશ્વિન બીજા નંબર પર પહોંચી ગયો છે.
શ્રીલંકાની બીજી ઇનિંગમાં ચરિથ અસલંકાની વિકેટ લેતાની સાથે જ તેણે કપિલ દેવને પાછળ
છોડી દીધો. આ શ્રીલંક
બેટરની વિકેટ સાથે અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 435 વિકેટ ઝડપી છે. તેણે અત્યાર સુધીની મેચમાં કુલ 5 વિકેટ લીધી છે. હવે માત્ર મહાન બોલર અનિલ કુંબલે અશ્વિનથી આગળ છે. જેના નામે 619 ટેસ્ટ વિકેટ છે.
આ દિગ્ગજો પણ પાછળ રહી ગયા
કપિલનો રેકોર્ડ તોડવાની સાથે અશ્વિને
શોન પોલોક (421 વિકેટ), રિચર્ડ હેડલી (431) અને રંગના હેરાથ (433)ને પણ પાછળ છોડી દીધા છે. આ સાથે જ તેણે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ
બોલર વસીમ અકરમના 414 ટેસ્ટ વિકેટના રેકોર્ડને તોડી નાખ્યો
હતો.cરવિચંદ્રન અશ્વિને 85 ટેસ્ટ મેચમાં 435મી વિકેટ લીધી છે. જ્યારે હરભજન સિંહે 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ લીધી હતી. અશ્વિને 30 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 7 વખત ટેસ્ટમાં 10 વિકેટ લેવાનો કરિશ્મા કર્યો છે.
અશ્વિન આવનારા સમયમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની શકે છે.
ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
1. મુથૈયા મુરલીધરન- 800 (શ્રીલંકા)
2. શેન વોર્ન-708 (ઓસ્ટ્રેલિયા)
3. જેમ્સ એન્ડરસન- 640 (ઇંગ્લેન્ડ)
4. અનિલ કુંબલે- 619 (ભારત)
5. ગ્લેન મેકગ્રા – 563 (ઓસ્ટ્રેલિયા)
6. સ્ટુઅર્ટ બ્રોડ – 537 (ઇંગ્લેન્ડ)
7. કર્ટની વોલ્શ – 519 (વેસ્ટ ઈન્ડિઝ)
8. ડેલ સ્ટેન- 439 (દક્ષિણ આફ્રિકા)
9. રવિચંદ્રન અશ્વિન- 435 (ભારત)
10. કપિલ દેવ- 434 (ભારત)
11. રંગના હેરાથ – 433 (શ્રીલંકા)
12. રિચાર્ડ હેડલી – 431 (ન્યુઝીલેન્ડ)
13. શોન પોલોક – 421 (દક્ષિણ આફ્રિકા)
14. હરભજન સિંહ – 417 (ભારત)
15. વસીમ અકરમ – 414 (પાકિસ્તાન)