શ્રીલંકા ટેસ્ટ સીરિઝ પહેલા BCCIની મોટી જાહેરાત, રોહિત બનશે ત્રણેય ફોર્મેટનો કેપ્ટન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે શ્રીલંકા સામેની આગામી T20 અને ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે વિરાટ કોહલી અને રિષભ પંતને T20 સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. ઓપનર કેએલ રાહુલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની વનડે સીરિઝમાં ઈજાના કારણે બહાર છે. જસપ્રીત બુમરાહ ટેસ્ટ અને T20 એમ બંને ટીમના વાઇસ કેપ્ટન હશે.સીરિઝમાં અજિંક્ય રહાà
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે શ્રીલંકા સામેની આગામી T20 અને ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે વિરાટ કોહલી અને રિષભ પંતને T20 સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. ઓપનર કેએલ રાહુલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની વનડે સીરિઝમાં ઈજાના કારણે બહાર છે. જસપ્રીત બુમરાહ ટેસ્ટ અને T20 એમ બંને ટીમના વાઇસ કેપ્ટન હશે.
સીરિઝમાં અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને પડતો મૂકાયો
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સીરિઝ બાદ વિરાટ કોહલીએ ટેસ્ટની કેપ્ટન્સી પણ છોડવાની જાહેરાત કરી હતી. વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ આ પદ ખાલી હતું. BCCIએ આજે રોહિત શર્માના નામની જાહેરાત કરી છે અને રોહિત શર્માને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવ્યો છે. આ સાથે જ આ સીરિઝ માટે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને પડતો મૂકવામાં આવ્યો છે. ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝ વિશે વાત કરીએ તો, ટેસ્ટ સીરિઝ 3 માર્ચથી શરૂ થશે. વળી, સીરિઝની બીજી મેચ બેંગલુરુમાં 12 થી 16 માર્ચ દરમિયાન રમાશે. આ સાથે જ ત્રણ મેચોની T20 સીરિઝની પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીએ લખનઉમાં રમાશે. બીજી મેચ 26 ફેબ્રુઆરીએ અને ત્રીજી મેચ 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાશે.
Advertisement
ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાઃ
રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન (ફિટનેસ પર આધારીત), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર.
T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાઃ
રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, દીપક હુડા, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અવેશ ખાન.