
ભુવનેશ્વરની ડેબ્યૂ મેચ રહી યાદગાર
ભુવનેશ્વરના રેકોર્ડ પર એક નજર…
- 21 ટેસ્ટ, 63 વિકેટ, સરેરાશ 26.09
- 121 વનડે, 141 વિકેટ, સરેરાશ 35.11
- 55 ટી-20, 53 વિકેટ, સરેરાશ 25.56
તમામ ફોર્મેટમાં ઝડપી ચૂક્યો છે પાંચ વિકેટ
ભુવનેશ્વર કુમારે ટેસ્ટ, વનડે અને ટી-20ના ત્રણેય ફોર્મેટમાં ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી છે. ટેસ્ટમાં ભુવનેશ્વરના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની જો વાત કરીએ તો તેને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 82 રનમાં 6 વિકેટ, વનડેમાં શ્રીલંકા વિરુદ્ધ 42 રનમાં 5 અને ટી-20માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 24 રનમાં 5 વિકેટ ઝડપી છે.
ભુવનેશ્વર કુમાર છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં છે. જણાવી દઇએ કે, વર્ષ 2020માં ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થયો હતો, ત્યાર બાદ તે લાંબા સમય સુધી ટીમની બહાર હતો. જ્યારે ભુવનેશ્વર IPLમાં પરત ફર્યો ત્યારે તેની બોલિંગમાં પહેલા જેવો લય જોવા મળતો ન હતો. ભારતીય ટીમમાં પણ તેનું પ્રદર્શન કંઇ ખાસ જોવા મળ્યું ન હતું.