
મોહાલી ટેસ્ટમાં શ્રીલંકા સામે ભારતે શાનદાર જીત
મેળવી છે. ભારતે આ ટેસ્ટ એક દાવ અને 222 રને જીતી છે. ભારતે પ્રથમ દાવમાં 8 વિકેટ
ગુમાવીને 574 રન પર દાવ ડિકલેર કર્યો હતો. પછી શ્રીલંકા પ્રથમ દાવમાં 174 રનમાં
ઓલઆઉટ થઈ જતા ફોલોઓન થયું હતું. તો બીજા દાવમાં પણ ભારતીય બોલરો સામે શ્રીલંકાના
બેટ્સમેનો ઘુંટણીએ પડી જતા 178 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
1ST Test. India Won by an innings and 222 Run(s) https://t.co/XaUgOQVg3O #INDvSL @Paytm
— BCCI (@BCCI) March 6, 2022 ” title=”” target=””>javascript:nicTemp();
આ મોહાલી ટેસ્ટમાં ભારતીય બેટરો અને
બોલરો બંનેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતીય ટીમ તરફથી આ ટેસ્ટમાં સૌથી
શ્રેષ્ઠ પ્રદર્શન રવિન્દ્ર જાડેજાએ કહ્યું હતું. જાડેજાએ બેટ અને બોલ બંનેથી
શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ પણ પ્રથમ દાવમાં અણનમ 175 રનની ઇનિંગ રમી હતી.
શ્રીલંકા તરફથી પથુમ નિસાંકાએ 61 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટ્સમેન 30ના
આંકને સ્પર્શી શક્યો નહોતો.
રવિચંદ્રન અશ્વિન માટે આ મેચ ઘણી ખાસ રહી છે. અશ્વિન આ મેચમાં ભારત
માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે. તેણે આ મામલે દિગ્ગજ
કેપ્ટન કપિલ દેવને પાછળ છોડી દીધો છે. ભારત તરફથી
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં રવિચંદ્રન અશ્વિન બીજા
નંબર પર પહોંચી ગયો છે. શ્રીલંકાની બીજી ઇનિંગમાં ચરિથ અસલંકાની વિકેટ લેતાની સાથે
જ તેણે કપિલ દેવને પાછળ છોડી દીધો. આ શ્રીલંક
બેટરની વિકેટ સાથે અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 435 વિકેટ ઝડપી છે. તેણે અત્યાર સુધીની મેચમાં કુલ 5 વિકેટ લીધી છે. હવે માત્ર મહાન બોલર અનિલ કુંબલે અશ્વિનથી આગળ છે. જેના નામે 619 ટેસ્ટ વિકેટ છે.