41

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન કેએલ રાહુલ કરોડો ભારતીયોની અપેક્ષાઓ સાથે મેદાન પર આવે છે અને પોતાના પ્રદર્શનથી દરેકનું દિલ જીતી લે છે, પરંતુ મેદાનની બહાર આ ખેલાડીની ઉદારતાનો એક અનોખો પુરાવો સામે આવી રહ્યો છે. કેએલ રાહુલે તાજેતરમાં 11 વર્ષના છોકરાને સર્જરી કરાવવામાં મદદ કરી છે. આ બાળક એપ્લાસ્ટીક એનિમિયા અને અનેક પ્રકારની ગંભીર રક્ત વિકૃતિઓથી પીડિત હતો.
આ બાળકનું નામ વરદ છે, વરદને સાજા થવા માટે તાત્કાલિક Bone Marrow Transplantની જરૂર હતી. જેમાં 35 લાખનો ખર્ચ થવાનો હતો. પરંતુ આ બાળકના પરિવાર પાસે આટલો મોંઘો ખર્ચ ઉઠાવવા માટે પૈસા નહોતા. રાહુલ (કેએલ રાહુલ)ને જેવી આ બાળકની સમસ્યાની જાણ થઈ, તેણે તુરંત જ આ બાળકને 31 લાખ રૂપિયાની મદદ કરી. દુર્લભ રક્ત વિકારની સારવાર માટે વરદને તાત્કાલિક Bone Marrow Transplantની જરૂર હતી. ગયા ડિસેમ્બરથી વરદના માતા-પિતા એક અભિયાન દ્વારા 35 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી રહ્યા છે. રાહુલને આ વાતની જાણ થતા જ તે મદદ માટે આગળ આવ્યો અને 31 લાખ રૂપિયા દાનમાં આપ્યા.
રાહુલે આ વિશે કહ્યું, “જ્યારે મને વરદની સ્થિતિ વિશે જાણ થઈ, ત્યારે મારી ટીમે GiveIndiaનો સંપર્ક કર્યો જેથી અમે તેને ગમે તે રીતે મદદ કરી શકીએ. હું ખુશ છું કે સર્જરી સફળ રહી છે અને તે સારું કરી રહ્યા છે. હું આશા રાખું છું કે વરદ શક્ય તેટલી વહેલી તકે તેના પગ પર ઉભો થઇ જાય અને તેના સપનાને મેળવવા માચે આગળ વધે. હું આશા રાખું છું કે, મારું યોગદાન વધુને વધુ લોકોને આગળ આવવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા પ્રેરણા આપશે.
વળી બીજી તરફ વરદની માતા સ્વપ્નએ કહ્યું કે, વરદની સર્જરી માટે આટલી મોટી રકમ દાન કરવા બદલ અમે કેએલ રાહુલના આભારી છીએ. પરંતુ આટલા ઓછા સમયમાં Bone Marrow Transplant કરવું તેમના માટે અશક્ય હતું. આભાર, રાહુલ.” ઉલ્લેખનીય છે કે, કેએલ રાહુલ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. તે શ્રીલંકા સામેની આગામી T20 અને ODI શ્રેણીમાં પણ ટીમનો ભાગ નથી.