
નવો ફોન લેવા
માટે ઉત્સુક માટે સારા
સમાચાર છે, Poco M4 Pro 5Gની રાહ આતુરતાથી જોવાઈ રહી હતી, ત્યારે કંપનીએ પુષ્ટિ કરી છે કે, Poco M4 Pro 5G ફોન ભારતમાં 15
ફેબ્રુઆરીએ લોન્ચ થશે. ફોનના લોન્ચ સમય વિશે કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી
નથી, પરંતુ માનવામાં આવે છે કે તેની
લોન્ચિંગ ઈવેન્ટ બપોરે 12 વાગ્યે શરૂ થશે. કંપનીએ ફોનને ભારતની બહાર અન્ય ઘણા
માર્કેટમાં લોન્ચ કર્યો છે. આ ફોન Redmi Note 11 5Gનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. ભારતમાં આ ફોન Redmi Note 11T 5G તરીકે ઓળખાય છે. ભારતમાં આ ફોન બ્લુ, યલો અને બ્લેક કલર ઓપ્શનમાં આવશે.
ફોનમાં મળી શકે છે આ ફીચર
- કંપની ફોનમાં 1080x2400 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.6 ફુલ HD+
ડિસ્પ્લે આપવામાં આવશે - આ ડિસ્પ્લે 90Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે
- ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સુધીની
ઇન્ટરનલ સ્ટોરેજ આપી શકાય છે - આ ફોન માં MediaTek ડાયમેન્શન 810 ચિપસેટ પ્રોસેસર જોવા મળશે
- ફોનમાં LED ફ્લેશ સાથે 50-મેગાપિક્સલનો કેમેરો અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ
એંગલ કેમેરો ઑફર કરવામાં આવશે - સેલ્ફી માટે ફોનમાં 16-મેગાપિક્સલનો
ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે - 33 વોટના ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAhની બેટરી મળશે
- ફોન સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવશે અને Android
11 આધારિત OS પર ચાલશે - કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE ઉપરાંત Wi-Fi 802.11a/b/g/n/ac, બ્લૂટૂથ 5.1 અને 3.5mm હેડફોન જેક જેવા ફીચર આપવામાં આવી શકે છે