Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતના મહાન ગાયક અને સંગીતકાર ભૂપેન હજારિકાને Google એ આ ખાસ Doodle બનાવી આપી શ્રદ્ધાંજલિ

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ગાયક અને ફિલ્મ નિર્માતા ભૂપેન હજારિકાતના જન્મદિવસ પર ગૂગલે ડૂડલ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ભૂપેન હજારિકાનો જન્મ 8 સપ્ટેમ્બર 1926ના રોજ આસામના સાદિયામાં થયો હતો. આજના ગૂગલ ડૂડલમાં ડૉ.ભૂપેન હજારિકા હાર્મોનિયમ વગાડતા જોઇ શકાય છે. આ ડૂડલ મુંબઈના ગેસ્ટ આર્ટિસ્ટ રૂતુજા માલીએ બનાવ્યું છે. Google આજે તેના Doodle દ્વારા આસામના-ભારતીય ગાયક, સંગીતકાર અને
ભારતના મહાન ગાયક અને સંગીતકાર ભૂપેન હજારિકાને google એ આ ખાસ doodle બનાવી આપી શ્રદ્ધાંજલિ
Advertisement
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ગાયક અને ફિલ્મ નિર્માતા ભૂપેન હજારિકાતના જન્મદિવસ પર ગૂગલે ડૂડલ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ભૂપેન હજારિકાનો જન્મ 8 સપ્ટેમ્બર 1926ના રોજ આસામના સાદિયામાં થયો હતો. આજના ગૂગલ ડૂડલમાં ડૉ.ભૂપેન હજારિકા હાર્મોનિયમ વગાડતા જોઇ શકાય છે. આ ડૂડલ મુંબઈના ગેસ્ટ આર્ટિસ્ટ રૂતુજા માલીએ બનાવ્યું છે. 
Google આજે તેના Doodle દ્વારા આસામના-ભારતીય ગાયક, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા ડૉ. ભૂપેન હજારિકાનો 96મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. હજારિકાનો જન્મ 8 સપ્ટેમ્બર 1926ના રોજ ઉત્તરપૂર્વ ભારતમાં થયો હતો. 12 વર્ષની ઉંમરે હજારિકાએ બે ફિલ્મો માટે ગીતો લખ્યા. આ સિવાય હજારિકાએ ઘણી રચનાઓ પણ લખી છે. હજારિકા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં સૌથી વધુ લોકપ્રિય હતા અને તેમણે આસામ અને ઉત્તરપૂર્વ ભારતની સંસ્કૃતિ અને લોક સંગીતને હિન્દી સિનેમામાં રજૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેઓ ચાહકોમાં સુધાકાંતા એટલે કે કોકિલા તરીકે પણ લોકપ્રિય હતા. તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, પદ્મશ્રી, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, પદ્મ વિભૂષણ અને અન્ય ઘણા પ્રતિષ્ઠિત સન્માનો મળ્યા હતા. પોતાની માતૃભાષા આસામી ઉપરાંત, ભૂપેન હજારિકા હિન્દી, બાંગ્લા સહિત અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો ગાતા હતા. ભૂપેન હજારિકાના ગીતોએ લાખો દિલોને સ્પર્શી લીધા છે. હજારિકાના "દિલ હૂમ હુમ કરે" અને "ઓ ગંગા તુ બહેતી હૈ ક્યોં" ગીતોમાં જેણે હજારિકાનો દમદાર અવાજ સાંભળ્યો છે તે નકારી શકે નહીં કે ભૂપેન દાનો જાદુ તેમના હૃદય પર કામ કરી શક્યો ન હતો.
Advertisement
Tags :
Advertisement

.

×