47

ઘણા લોકો રક્તદાન કરવામાં ગભરાતા પણ હોય છે. પરંતુ રક્ત આપણા શરીરમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી લોકોને રક્તદાનનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 14 જૂનનો દિવસ ‘વર્લ્ડ બ્લડ ડૉનર ડે’ તરીકે ઉજવાય છે.
પરંતુ ઘણાં લોકો રક્તદાન કરતી વખતે ઘણી ભૂલો કરી બેસતા હોય છે. આવો આપને જણાવીએ એ ભૂલો વિશે, જે ભૂલો બ્લડ ડૉનર કરી બેસતા હોય છે.
રક્તદાન પહેલા ન કરશો આ ભૂલો
- 18થી 65 વર્ષની વય અને 45 કિલો વજન હોવું અનિવાર્ય છે
- રક્તદાન કરતા પહેલા 8 કલાકની પૂરતી ઉંઘ લો.
- રક્તદાન કરનારે ભૂખ્યા ન રહેવું જોઈએ. તેથી રક્તદાનના 3 કલાક પહેલા કંઈક ખાઈ લો.
- તે પહેલા 24 કલાક આલ્કોહલનું સેવન ન કરવું.
- રક્તદાનના 2 કલાક પહેલાં સુધી ધૂમ્રપાન ન કરવું
- ડૉક્ટર દ્રારા અપાયેલા ફોર્મમાં સાચી જાણકારી ભરો.
- રક્તદાન પહેલા હિમોગ્લોબિન તપાસ માટે બ્લડ ટેસ્ટ કરાવો.
- ડૉનર માટે હિમોગ્લોબિન કાઉન્ટ 12.5g/dl થી વધુ હોવું જોઈએ.
- રક્તદાન સમયે મગજ શાંત રાખવું જરૂરી છે.
- તે માટે સિરીંજ નવી હોય તેનું ખાસ ધ્યાન રાખો.
- માંસપેશીઓને આરામ આપો, પગ ક્રોસ કર્યા વગર આરામથી ઉંઘો.
- સ્પંજ બૉલને ધીમે ધીમે દબાવતા રહો અને લોહી જોઈને ગભરાશો નહીં.
- રક્તદાન બાદ એકદમથી ઉભા થઈ જવું હાનિકારક છે.
- રક્તદાન બાદ 10 મિનિટ સૂઈ રહેવું.
- ત્યારબાદ ઉભા થતી વખતે હાથ વાળીને જ રાખશો.
- રક્તદાન બાદ જ્યૂસ, શરબત, બિસ્કિટ કે કેળાનું સેવન કરી શકો.
- રક્તદાન બાદ ભારે કામ કરવાથી બચો.
- પ્રવાહી અને હેલ્ધી ફૂડનું સેવન વધારો.
- અન્યને પણ બ્લડ ડોનેટ કરવા પ્રેરણા આપો.