Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હેપ્પી કિસ ડે.. જાણો કિસના વિવિધ પ્રકાર અને તેનાથી થતા ફાયદા

વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલા એટલે કે 13 ફેબ્રુઆરીએ કિસ ડે સેલિબ્રેટ કરવામાં આ છે. જો કે આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે દર વર્ષે 6 જુલાઈના રોજ સેલિબ્રેટ થાય છે. કિસ જેને આપણે ચુંબન કે પપ્પી પણ કહીએ છે. ચુંબન એ સ્નેહ અને પ્રેમનું પ્રતિક છે. તમારી નિકટના વ્યક્તિ પ્રત્યે લાગણી અને પ્રેમ દર્શાવવા માટેનું માધ્યમ છે કિસ. વેલેન્ટાઇન વીકનો છેલ્લો દિવસ એટલે 13 ફેબ્રુ.ના દિવસને લોકો 'કિસ ડે' તરીકે સà«
હેપ્પી કિસ ડે   જાણો કિસના વિવિધ પ્રકાર અને તેનાથી થતા ફાયદા
Advertisement

વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલા એટલે
કે 13 ફેબ્રુઆરીએ કિસ ડે સેલિબ્રેટ કરવામાં આ છે. જો કે આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે
દર વર્ષે 6 જુલાઈના રોજ સેલિબ્રેટ થાય છે. કિસ જેને આપણે ચુંબન કે પપ્પી પણ
કહીએ છે. ચુંબન એ સ્નેહ અને પ્રેમનું પ્રતિક છે. તમારી નિકટના વ્યક્તિ પ્રત્યે
લાગણી અને પ્રેમ દર્શાવવા માટેનું માધ્યમ છે કિસ. વેલેન્ટાઇન વીકનો છેલ્લો દિવસ એટલે
13 ફેબ્રુ.ના દિવસને લોકો 'કિસ ડે' તરીકે સેલિબ્રેટ કરે છે.

કિસ ડે વેલેન્ટાઇન વીકનો સૌથી
રોમેન્ટિક દિવસ છે
. મારા પ્રેમને અભિવ્યક્ત કરવાનું આ એક સુંદર
માધ્યમ છે. કિસ  એકબીજાના પ્રેમમાં વધારો કરે છે. હાથ, ગાલ
, કપાળ, હોઠ અને નાક પર કિસ કરવાના જુદા જુદા અર્થ થાય છે.

Advertisement

હાથ પર ચુંબન

Advertisement


તમારા પાર્ટનરને આદર અને હાથ
પર ચુંબન કરવાનો અર્થ એ છે કે તેઓ તમને ખાસ અને મૂલ્યવાન માને છે. તમે જે છો તેના
માટે તેમને આદર અને પ્રેમ છે. આ સંસ્કૃતિનો ઉદભવ યુરોપિયન દેશોમાં થયો હતો અને પોપ
સંસ્કૃતિએ તેને આગળ વધાર્યો હતો. જ્યાં એક રાજકુમાર હંમેશાં યુવતીનો હાથ
ચૂમે છે.


માથા પર કિસ


કપાળ પર ચુંબન એ સાથીદારો વચ્ચેના
ભાવનાત્મક જોડાણને સૂચવે છે. જે એક બીજા વચ્ચે આદર અને વિશ્વાસનું પ્રતીક છે. તમારા જીવનસાથીને એ બતાવવામાં પણ મદદ કરે છે કે તેઓ તમારા માટે કેટલા મહત્વપૂર્ણ
છે. કાળજી, સ્નેહ અને રક્ષણની
ભાવના દર્શાવતા માથા પર ચુંબન કરવાથી તમે સલામત છો એવી લાગણી અનુભવાય છે. આ કિસ તમારો જીવનસાથી વ્યક્ત કરવા માંગે છે કે તે
તમારી સંભાળ લે છે
,  અને એવો અનુભવ કરાવે છે કે તેમની સાથે તમે સલામત છો. આત્મીયતા અને વિશ્વાસ વધારવા
માટે સંબંધમાં સુરક્ષા અને પ્રશંસા દર્શાવે છે.

ગાલ પર કિસ


ગાલ પર ચુંબન એ તમે તમારા સાથીને પ્રેમ કરો છો અને મૈત્રીપૂર્ણ સ્નેહની નિશાની દર્શાવે છે. માત્ર પાર્ટનર જ નહીં પરંતુ ગાલ પર કિસ એ મિત્રો વચ્ચે શેર કરી શકાય છે.

હોઠ પર ચુંબન

હોઠ પર ચુંબન એ બે પાર્ટનર વચ્ચે રોમેન્ટિક અનુભવ છે. પ્રથમ ચુંબન ખૂબ જ ખાસ માનવામાં આવે
છે અને એ જ તમારા હૃદય અને દિમાગમાં કાયમ માટે વસી જાય છે.


નાક પર કિસ

આ તમારા જીવનસાથીને છોડવાનો સંકેત છે અને
અભિવ્યક્ત કરે છે કે તમે તેમના માટે લાગણીશીલ છો. આ એક નમ્ર ચુંબન છે. 

કિસ કરવી એ માત્ર સંબંધો બનાવવા પૂરતું
સિમિત નથી
, પરંતુ સ્વાસ્થ્ય માટે
પણ લાભદાયી છે. કોઈપણ પ્રેમાળ સંબંધ ચુંબનથી શરૂ થાય છે. કારણ કે ચુંબન જ તમારા પ્રેમને
અભિવ્યક્ત કરવાનું વિશિષ્ટ માધ્યમ છે. ચુંબન એ લાગણીભર્યા સંબધો અને શારીરિક
સંબંધોમાં તમારા સાથીને પ્રેમ અને પ્રશંસાની અનુભૂતિ કરાવે છે.


કિસ કરવાથી લોહીમાં દમના રોગપ્રતિકારક ગુણોનો વિકાસ થાય છે.
તણાવથી મુક્ત થવામાં પણ મદદ કરે છે તથા આપણા શરીરના લોહીમાં ચરબીનું પ્રમાણ ઘટાડે
છે. જાણી લો કિસ કરવાથી થતા  ફાયદા.


બ્લડપ્રેશર ઘટાડે
જ્યારે કોઇ
વ્યક્તિ કિસ કરે છે ત્યારે તેનું બ્લડપ્રેશર ઘટે છે. એવુ કહેવાય છે કે
, કિસ કરવાથી લોહીના પરિભ્રમણમાં મદદ
મળે છે અને બ્લડપ્રેશર નીચે આવે છે.

સંતુષ્ટ હોર્મોન બહાર કાઢે છે

વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, ચુંબન કરવાથી
વ્યક્તિને આનંદ થાય છે કારણ કે તે ઓક્સિટોસિન
, ડોપામાઇન અને
સેરોટોનિન નામના
'હેપ્પી હોર્મોન્સ' નો સ્ત્રાવ કરે છે,  કિસ શરીરમાં કોર્ટિસોલ સ્તર તરીકે
ઓળખાતા તાણ હોર્મોન્સને પણ ઘટાડે છે. જેનાથી આનંદનો
 અનુભવ
થાય છે.

કેલેરીનું દહન કરે છે
જોશથી
કરવામાં આવેલી  કિસ આશરે
8 થી 16 કેલેરીનું દહન કરે છે.

આત્મ-સન્માનમાં વધારો કરે છે
દિવસની શરૂઆત
કરતાં પહેલા પોતાના સાથી તરફથી કિસ મળતા કાર્યક્ષમતામાં વધારો થતો હોવાનું એક તારણ
પણ જાણવા મળ્યું છે.

સ્નાયુને મજબૂત બનાવે છે
જુસ્સાભેર
કરવામાં આવેલી કિસ ચહેરાના મુખ્ય સ્નાયુઓને કસરત પૂરી પાડે છે અને તેનો દેખાવને
સુંદર બનાવે છે.
એમ કહેવાય છે કે મહિલાઓ માત્ર જાતીય સંબંધોની પહેલ કરવા માટે જ
નહિ
, પરંતુ
તમારા સંબંધોનું મૂલ્યાંકન કરવા માટે પણ કિસનો ઉપયોગ કરે છે. કિસ તમારા સંબંધોને
વધુ ઉષ્માભર્યું બનાવે અને તમારા જીવનને વધુ સુંદર બનાવે છે.

Tags :
Advertisement

.

×