Download Apps
Home » ક્યાં છે આસમાન ? વધતી મોંઘવારીના આલેખનનો છેડો ક્યા સુધી?

ક્યાં છે આસમાન ? વધતી મોંઘવારીના આલેખનનો છેડો ક્યા સુધી?

આજકાલ ( આમ તો કાયમ જ ) વધતી મોંધવારી એ ધનવાનોને છોડીને બાકીના પ્રજાસમૂહ માટે કાયમી ચિંતાનો વિષય બને છે. છેલ્લા વર્ષોમાં મોંઘવારીની ચિંતા વધારે તીવ્ર બની છે. કરિયાણુ, શાકભાજી, દૂધથી માંડીને રાંધણગેસ તથા પેટ્રોલ ડીઝલના વધતા ભાવો લગભગ રોજેરોજની ચર્ચાનો વિષય બન્યા છે. આપણે એ પણ જાણીએ છીએ કે, મહદઅંશે વધતા ચીજવસ્તુઓના વધતા ભાવ ઓછા થતા હોય તેવું બનતું નથી.
પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા થોડાક મહિનાઓથી કામચલાઉ થોડોક ઘટાડો આશ્વાસન જેવો લાગે છે. કોઇ રાજકીય દ્રષ્ટિકોણ વિનાના લોકોનું એવું પણ કહેવું છે કે, ચૂંટણીઓ પૂરી થશે એટલે વળી પાછા પેટ્રોલ ડીઝલના ભાવ વધશે. આ મુદ્દા પર આપણે ચર્ચા કરવા માંગતા નથી, પણ આજે કે આવતીકાલે શાકભાજી, તેલ, અનાજ, પેટ્રોલ કે ડીઝલના ભાવ વધશે એટલે વર્તમાન પત્રોમાં ‘પેટ્રોલના ભાવ આસમાને’ કે ‘ શાકભાજીના ભાવ આસમાને ’ એવું લખાણ હેડલાઇન્સ બનશે. આ કે પછી આવી હેડલાઇન્સ આપણે વર્ષોથી વાંચતાને સાંભળતા આવ્યા છીએ. કોઇ એકજ ચીજવસ્તુને પકડીને કરીએે વાત તો,  દા.ત. પેટ્રોલ એક જમાનામાં 50 રુપિયાનું લીટર હતું ત્યારે એમાં પાંચ રૂપિયાનો વધારો થયો, વર્તમાન પત્રોમાં હેડલાઇન આવી હતી કે પેટ્રોલના ભાવ આસમાને, મધ્યમ વર્ગના સરેરાશ માણસે માની લીધું હશે કે પેટ્રોલના ભાવ આસમાને પહોંચી ગયા છે, એ ચિંતાનો વિષય તો છે પણ સાથે સાથે એક રાહતનો વિષય પણ બને છે કે હવે ભાવો નહીં વધે. કારણકે આસમાન તો જ્યાં છે ત્યાં જ રહેવાનું છે અને ભાવોમાં એ તાકાત નથી કે આસમાન ચીરીને તે આગળ વધી શકે.પણ આપણે જોયું કે પછી પેટ્રોલના ભાવો 55 , 60, 70, અને હવે લગભગ લીટરે 100 થયા છે અને આ બધા જ વધારા વખતે માધ્યમોએ આપણને સમાચાર પહોંચાડવા માટે સામાન્ય રીતે પોતાની હેડલાઇન બદલી નથી.
હવે મારા તમારા જેવાના મનમાં બે પ્રશ્નો અનુત્તર રહે છે કે, હવે પછી જો વધારો થશે તો આપણે શું એજ હેડલાઇનથી જાગીશું? બીજો યક્ષ પ્રશ્ન એ પણ લાગે છે કે, શું દરેક ભાવવધારા વખતે આસમાન પણ 5-15 રૂપિયા દૂર જાય છે, કે પછી આપણે ધરતીના છોરુ આસમાનની આમન્યા રાખીને એને સ્પર્શતા ભાવોને કોઇપણ પ્રતિભાવો વગર સહી લઇએ છીએ. 
આમ તો, આ ઉપરોક્ત રજૂઆત તમને થોડી શબ્દોની રમત કે સમસ્યાને સાહિત્યીક બનાવવાનો એક પ્રયત્ન માત્ર લાગે પણ એ પ્રયત્નની પાછળ છુપાયેલી નીચલા કે મઘ્યમ વર્ગમાં જીવતી કરોડો કરોડો ભારતવાસીઓની સહિષ્ણુવેદનાનો ચિત્કાર સંભળાય છે.
મધરાતે આઝાદી મળી ત્યારે આવતીકાલે ભારતમાં સોનાનો સૂરજ ઉગશે એવી આશા લઇને જીવનારા લોકોની એક આખી પેઢી આજે કહેવાતા ‘ અમૃતધાર’ માં પ્રવેશી રહી છે અને એ અનુભવ સમૃધ્ધ પેઢી હજુ મધરાતની આઝાદી પછીના ઉગનારા સોનેરી સૂરજની રાહ જોવે છે.
આજે પણ ચાલીઓમાં અને ઝૂંપડપટ્ટીમાં રહેતા અને પેટનો ખાડો પૂરવા મથતા અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો ગરીબી રેખાની નીચે જીવતા લોકોનું દુર્ભાગ્ય બહુ બદલાયું નથી. કહેવાતા મધ્યમ વર્ગની ગૃહિણી આજે પણ પોતાના ઘરના ખર્ચના બે છેડાઓને પહોંચી વળવાની ચિંતામાં ઘસઘસાટ ઉંઘી શકતી નથી, અને કદાચ તેથી જ પેલી અનુભવસમૃધ્ધ પેઢી ‘અમૃતકાળ’ ને ઇચ્છવા છતા આનંદથી વધાવી શકતી નથી. વયને કારણે ગાલ પર પડેલી કરચલીઓ વચ્ચે ઝાંખી પડી ગયેલી તકતકતી બે આંખો ઉપર ધ્રુજતા હાથનું નેજવું બનાવીને ઉંચે જોઇ મૌન રીતે પ્રશ્ન પૂછે છે કે ‘ક્યાં છે આસમાન’ ?
શું આવતીકાલે સવારે વળી કોઇ એક બે વસ્તુઓના ભાવો આસમાને પહોંચવાના સમાચારો નહીં આવી પડેને, એની ચિંતામાં એની આજની રાત તેને ઉંઘવા દેતી નથી. આપણે ભલે વિકસીએ ભલે વિસ્તરીએ પણ સાથે સાથે આ અનુત્તર પ્રશ્નનો ઉત્તર પણ ખોળવા કંઇક કરીએ.

જિંંદગીના 50 વર્ષ સુધી જીતેન્દ્રએ બિલકુલ ઘી નહોતું ખાધું
જિંંદગીના 50 વર્ષ સુધી જીતેન્દ્રએ બિલકુલ ઘી નહોતું ખાધું
By Vishal Dave
અપેક્ષા પોરવાલનો નવા ફોટોશૂટમાં ગ્લેમરસ અવતાર
અપેક્ષા પોરવાલનો નવા ફોટોશૂટમાં ગ્લેમરસ અવતાર
By Hiren Dave
સારા કર્મોનું ફળ ક્યારે મળે છે? જાણો કર્મનો નિયમ
સારા કર્મોનું ફળ ક્યારે મળે છે? જાણો કર્મનો નિયમ
By Viral Joshi
રકુલ પ્રિતસિંહ ગ્લેમર લૂકમાં જોવા મળી
રકુલ પ્રિતસિંહ ગ્લેમર લૂકમાં જોવા મળી
By Hiren Dave
દેશના પશ્ચિમીકાંઠે સાયક્લોન બિપરજોયનો ખતરો
દેશના પશ્ચિમીકાંઠે સાયક્લોન બિપરજોયનો ખતરો
By Viral Joshi
દુનિયાના બધા મચ્છર મારી નાખવામાં આવે તો શું થશે?
દુનિયાના બધા મચ્છર મારી નાખવામાં આવે તો શું થશે?
By Viral Joshi
હિટલર વિશે કેટલીક જાણી-અજાણી વાતો…!
હિટલર વિશે કેટલીક જાણી-અજાણી વાતો…!
By Vipul Pandya
સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ઘર ન લાવો આ વસ્તુઓ
સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ઘર ન લાવો આ વસ્તુઓ
By Viral Joshi
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

જિંંદગીના 50 વર્ષ સુધી જીતેન્દ્રએ બિલકુલ ઘી નહોતું ખાધું અપેક્ષા પોરવાલનો નવા ફોટોશૂટમાં ગ્લેમરસ અવતાર સારા કર્મોનું ફળ ક્યારે મળે છે? જાણો કર્મનો નિયમ રકુલ પ્રિતસિંહ ગ્લેમર લૂકમાં જોવા મળી દેશના પશ્ચિમીકાંઠે સાયક્લોન બિપરજોયનો ખતરો દુનિયાના બધા મચ્છર મારી નાખવામાં આવે તો શું થશે? હિટલર વિશે કેટલીક જાણી-અજાણી વાતો…! સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ઘર ન લાવો આ વસ્તુઓ