ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદના CMA પ્લેસમેન્ટમાં 10 કંપનીઓએ ભાગ લીધો, 15 વિદ્યાર્થીઓને 5 થી 7 લાખનાં જોબ પેકેજ ઓફર કરાયાં

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (સીએમએ) અમદાવાદ બ્રાન્ચના જોબ પ્લેસમેન્ટમાં 25 માંથી 15 ઉમેદવારની વાર્ષિક 5 લાખથી 7 લાખ સુધીના પેકેજ સાથે પ્રાથમિક પસંદગી કરાઈ છે. જ્યારે 10 ઉમેદવાર બહારગામના હોવાથી તેમ જ કંપનીની પોસ્ટ માટેના માપદંડ ધરાવતા ન હોવાથી તેમની પ્રાથમિક રાઉન્ડમાં પસંદગી થઈ શકી નથી.ફાર્મા, એન્જિનિયરિંગ, આઈટી સેક્ટર, હોટેલ, એકાઉન્ટિંગ-કેપીઓ સેક્ટàª
05:47 AM Jan 19, 2023 IST | Vipul Pandya
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (સીએમએ) અમદાવાદ બ્રાન્ચના જોબ પ્લેસમેન્ટમાં 25 માંથી 15 ઉમેદવારની વાર્ષિક 5 લાખથી 7 લાખ સુધીના પેકેજ સાથે પ્રાથમિક પસંદગી કરાઈ છે. જ્યારે 10 ઉમેદવાર બહારગામના હોવાથી તેમ જ કંપનીની પોસ્ટ માટેના માપદંડ ધરાવતા ન હોવાથી તેમની પ્રાથમિક રાઉન્ડમાં પસંદગી થઈ શકી નથી.ફાર્મા, એન્જિનિયરિંગ, આઈટી સેક્ટર, હોટેલ, એકાઉન્ટિંગ-કેપીઓ સેક્ટàª
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (સીએમએ) અમદાવાદ બ્રાન્ચના જોબ પ્લેસમેન્ટમાં 25 માંથી 15 ઉમેદવારની વાર્ષિક 5 લાખથી 7 લાખ સુધીના પેકેજ સાથે પ્રાથમિક પસંદગી કરાઈ છે. જ્યારે 10 ઉમેદવાર બહારગામના હોવાથી તેમ જ કંપનીની પોસ્ટ માટેના માપદંડ ધરાવતા ન હોવાથી તેમની પ્રાથમિક રાઉન્ડમાં પસંદગી થઈ શકી નથી.

ફાર્મા, એન્જિનિયરિંગ, આઈટી સેક્ટર, હોટેલ, એકાઉન્ટિંગ-કેપીઓ સેક્ટરની કંપનીઓએ ભાગ લીધો
સીએમએ અમદાવાદે જોબ પ્લેસમેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ઝાયડસ લાઇફ સાયન્સીસ લિ., એક્વો મશીન્સ પ્રા. લિ., કોન્ફ્રર્ડ બાયોટેક લિ., માઇક્રો વિસ્ટા ટેક્નોલોજીસ, એસ્ટ્રા લિમિટેડ, એક્રિએટેડ ગ્રોથ, કેડમેક મશીનરી પ્રા.લિ., એમક્યોર ફાર્મા, આઈટીસી, એનજે જૈન એન્ડ એસોસિએટ્સ, ઇમેજ ગ્રેવર્સ જેવી  10 કંપનીએ ભાગ લીધો હતો. 

CMA ઇન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવીને તેની વિગતો જે તે કંપનીને આપી હતી 
સીએમએ, અમદાવાદ બ્રાન્ચના ચેરમેન મલ્હાર દલવાડીએ કહ્યું કે, ‘જોબ પ્લેસમેન્ટમાં ભલે 15 ઉમેદવારની પસંદગી કરાઈ હોય, પરંતુ બાકીના 10 ઉમેદવારોને જોબ ઓફર મળવાની સંભાવના છે. પ્લેસમેન્ટમાં ફાર્મા, એન્જિનિયરિંગ, આઈટી સેક્ટર, હોટેલ, એકાઉન્ટિંગ-કેપીઓ સેક્ટરની કંપનીઓએ ભાગ લીધો હતો. જોબ પ્લેસમેન્ટ માટે સૌપ્રથમ સીએમએ ઇન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવીને તેની વિગતો જે તે કંપનીને આપી હતી અને તેને આધારે ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરાયા હતા.
આ પણ વાંચોઃ  શાળા જર્જરિત હોવાથી ક્યાંક વાડીમાં તો ક્યાંક ખુલ્લામાં આભ નીચે અભ્યાસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ. 
Tags :
AhmedabadCMAcompaniesGujaratFirstjobofferedpackagesparticipateplacementStudents
Next Article