ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગીર સોમનાથ જિલ્લાના આજોઠા ગામમાં 25 શ્વાનને કૃરતાપૂર્વક મોતને ઘાટ ઉતારાયા

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં 25 શ્વાન (Dog)ને મોતને ઘાટ ઉતારી દેવાતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.  25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેવાયાક્રુરતાની હદ પાર કરતા મનુષ્યોનું એક રાક્ષસી કૃત્ય સામે આવ્યું છે. જેમાં આજોઠા ગામમાં સમુહ લગ્ન નિમિતે સફાઈ અભિયાનના નામે ગામને શ્વાન મુક્ત બનાવવાનું અભિયાન ચલાવી 25 જેટલા શ્વાàª
09:23 AM Jan 28, 2023 IST | Vipul Pandya
ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં 25 શ્વાન (Dog)ને મોતને ઘાટ ઉતારી દેવાતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.  25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેવાયાક્રુરતાની હદ પાર કરતા મનુષ્યોનું એક રાક્ષસી કૃત્ય સામે આવ્યું છે. જેમાં આજોઠા ગામમાં સમુહ લગ્ન નિમિતે સફાઈ અભિયાનના નામે ગામને શ્વાન મુક્ત બનાવવાનું અભિયાન ચલાવી 25 જેટલા શ્વાàª
ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં 25 શ્વાન (Dog)ને મોતને ઘાટ ઉતારી દેવાતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. 
 
25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેવાયા
ક્રુરતાની હદ પાર કરતા મનુષ્યોનું એક રાક્ષસી કૃત્ય સામે આવ્યું છે. જેમાં આજોઠા ગામમાં સમુહ લગ્ન નિમિતે સફાઈ અભિયાનના નામે ગામને શ્વાન મુક્ત બનાવવાનું અભિયાન ચલાવી 25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેવાયા હોવાની માહિતી સુત્રો આપી રહ્યાં છે. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 
શ્વાનનું કથિત હત્યા અભિયાન
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં શ્વાનની હત્યા માટે રીતસર અભિયાન ચાલાવવામાં આવ્યું હતું. આજોઠા ગામમાં સમુહ લગ્ન યોજવા માટે ગામની સફાઈ કરવામાં આવી હતી. પરંતુ આ સફાઈ અભિયાન સામાન્ય સફાઈ અભિયાન ન હતું, આ અભિયાન ક્રુરતાભર્યું રાક્ષસી કૃત્ય જેવું હતું. કારણ કે ગામના યુવાનોએ મળી ગામમાં શ્વાનને શોધી શોધીને મારી નાખવાની કામગીરી કરી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. આ કથિત શ્વાનની હત્યા કરવાના અભિયાનમાં યુવકોએ ઓછામાં ઓછા 25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી હત્યા કરી નાખી હોવાની માહિતી સુત્રો આપી રહ્યા છે. વળી આ રાક્ષસી કૃત્યનો મુદ્દો પોલીસ સુધી પહોંચે તે પહેલા દબાવી દેવા માટે સ્થાનિક રાજકીય અગ્રણીઓ પણ મેદાને ઉતર્યા હોવાના અહેવાલ સુત્રો આપી રહ્યા છે.
 ફોટો અને વિડિઓ પણ વાયરલ
 આજેઠા ગામના ચોંકાવનારા ફોટો અને વિડિઓ પણ વાયરલ થયા છે.  જેમાં ગામના યુવાનો હાથમાં લાકડી અને ધોકા લઇ શ્વાનને શોધતા હોય તેમ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં શ્વાનના બચ્ચાને કોથળામાં પુરતા હોવાના ફોટો પણ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે.

જીવદયા પ્રેમીનો આરોપ
જીવદયા પ્રેમી રાજેન્દ્રભાઇ શાહે આ સમગ્ર મામલે કલેકટરને આવેદન પત્ર પાઠવી આક્ષેપ કર્યો છે કે અહીં શ્વાનોની સામુહિક હત્યા કરાઇ છે. જો કે ગામના યુવાનોએ આ વાતને પાયા વિહોણી ગણાવી છે. 
ધારાસભ્યે અફવા ગણાવી
તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ આજેઠા પહોંચ્યા છે અને મીડિયામાં જે પ્રમાણે શ્વાનોની હત્યાનો મામલો ચાલી રહ્યો છે તે ખોટો ચાલી રહ્યો હોવાનું અને  અફવા હોવાનું ભગવાન બારડે જણાવ્યું છે. ભગવાન બારડે વધુમાં જણાવ્યું કે આજેઠા ગામે સમૂહ લગ્ન યોજાયા હતા તે સમયે અહીં એક કુતરી વીયાઇ હતી અને તેના 4 બચ્ચા છે,અને  8 લોકોને બચકા ભર્યા જેના કારણે તેને પકડી અને અન્ય જગ્યાએ પર ખસેડી તે વાત સાચી છે પણ કોઈ શ્વાનની હત્યા નથી થઈ.
આ પણ વાંચો--વાંકાનેર પાસે 14 લાખના MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AjothaDogGirSomnathGujaratFirst
Next Article