રસ્તા પર ભીખ માગતો કિશોર રાતોરાત કરોડપતિ બન્યો, જાણો રસપ્રદ કિસ્સો
ઉત્તરાખંડ (Uttarakhand)ના રુડકીમાં દરગાહ પાસે ભીખ માગી રહેલો 10 વર્ષનો લાચાર કિશોર રાતોરાત કરોડપતિ (Millionaire) બની ગયો છે. આ કોઇ ફિલ્મી વાર્તા નથી પણ વાસ્તવમાં બનેલી એક સાચ્ચી ઘટના છે. વાસ્તવમાં આ કિશોર અનાથ થયા બાદ ઉત્તરાખંડમાં ભીખ માગતો હતો. આ છોકરાનું જીવન રાતોરાત કઇ રીતે બદલાઇ ગયું...આવો જાણીએ આ રસપ્રદ કહાણી..કિશોર 1 વર્ષથી ભીખ માગતો હતોઉત્તરાખંડના રુડકીમાં પિરાન કલીહાર દરગાહની બહાર 10 વર્ષનો
Advertisement
ઉત્તરાખંડ (Uttarakhand)ના રુડકીમાં દરગાહ પાસે ભીખ માગી રહેલો 10 વર્ષનો લાચાર કિશોર રાતોરાત કરોડપતિ (Millionaire) બની ગયો છે. આ કોઇ ફિલ્મી વાર્તા નથી પણ વાસ્તવમાં બનેલી એક સાચ્ચી ઘટના છે. વાસ્તવમાં આ કિશોર અનાથ થયા બાદ ઉત્તરાખંડમાં ભીખ માગતો હતો. આ છોકરાનું જીવન રાતોરાત કઇ રીતે બદલાઇ ગયું...આવો જાણીએ આ રસપ્રદ કહાણી..
કિશોર 1 વર્ષથી ભીખ માગતો હતો
ઉત્તરાખંડના રુડકીમાં પિરાન કલીહાર દરગાહની બહાર 10 વર્ષનો લાચાર કિશોર છેલ્લા 1 વર્ષથી ભીખ માગી રહ્યો હતો. તેના કપડા ગંદા હતા અને ભીખ માગી પેટનું ગુજરાન ચલાવવા માટે તે મજબૂર હતો. આ બાળકનું નામ શાહઝેબ આલામ હોવાનું જણાવાયુ છે અને તે ઉત્તર પ્રદેશના સહારનપુરના પંડૌલી ગામનો હતો. તેના પિતાનું 2019માં બિમારીમાં મોત થયા બાદ તેની માતા તેને લઇને પિરાન કલીહારમાં રહેવા આવી ગઇ હતી. અહીં તે નાના મોટા કામ કરતી હતી પણ 2021માં તેનું પણ મોત થતાં શાહઝેબ અનાથ થઇ ગયો હતો.
અચાનક તેનું જીવન બદલાયું
શાહઝેબના માથા પરથી માતા પિતાનું છત્ર ઉઠી ગયા બાદ લોકોએ તેને સૂફી સંપ્રદાયના તીર્થસ્થળ ખાતે રહેવા મોકલ્યો હતો જ્યાં તે રહેતો હતો અને ભીખ માગીને ગુજરાન ચલાવતો હતો. એક વર્ષથી તે અહીં ભીખ માગી રહ્યો હતો. જો કે ત્યારબાદ કંઇક એવું બન્યું કે શાહઝેબનું જીવન જ બદલાઇ ગયું.
દાદાએ વસિયતમાં 2 કરોડની સંપત્તી લખી
બન્યું એવું કે વતનમાં રહેતા શાહઝેબના દાદા મોહમ્મદ યાકુબે પોતાની વસિયતમાંથી પોતાના મૃત પુત્ર નાવેદના પુત્ર શાહઝેબના નામે પોતાની સંપત્તીનો એક ભાગ લખી દીધો હતો અને આ સંપત્તીની કિંમત 2 કરોડની છે. શાહઝેબના દાદાનું ત્યારબાદ ગયા વર્ષે અવસાન થયું હતું.
વતનમાં રહેલા સગાઓએ શોધખોળ શરુ કરી
શાહઝેબને વસિયતમાં દાદાએ 5 વીઘા જમીન અને બે માળનું મકાન અને અને અન્ય સંપત્તી લખી આપી હતી પણ તે ક્યાં છે તેની કોઇને ખબર ન હતી. આખરે સ્વજનોએ તેને શોધવાનું શરુ કર્યું હતું. તપાસ કરતાં તેમને જાણવા મળ્યું કે શાહઝેબ તો પિરાન કલીહારમાં ભીખ માગે છે જેથી સ્વજનો ત્યાં પહોંચ્યા હતા અને તેને પોતાની સાથે લઇ આવ્યા હતા.
બાળક બન્યો કરોડપતિ
હાલ શાહઝેબ તેના સગાઓની સાથે રહે છે પણ રાતોરાત તે કરોડપતિ થઇ ગયો છે. દાદાના વસિયત મુજબ હવે તેને તમામ સંપત્તી મળી ગઇ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


