મુખ્ય રોડ પરથી મેદાનમાં 25 ફૂટ અંદર ધસી આવી કાર, કસરત કરી રહેલા વૃદ્ધ માટે બની ગઇ કાળ
બોપલ ઘુમા રોડ પર અકસ્માતમાં એક વૃદ્ધના મોતની ઘટના સામે આવી છે...એક કાર મુખ્ય રોડ પરથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં ધસી આવી હતી..અને ત્યાં કસરત કરી રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત થયું છે. દરમ્યાન કાર ઝાડીમાં ફસાઈ ગઈ હતી.. લોકોએ જોયું તો કારમાં દારૂની બોટલો મુકેલી હતી.ઉપરાંત કારમાંથી ગ્લાસ અને પડીકા પણ મળી આવ્યા.. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Advertisement
બોપલ ઘુમા રોડ પર અકસ્માતમાં એક વૃદ્ધના મોતની ઘટના સામે આવી છે...એક કાર મુખ્ય રોડ પરથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં ધસી આવી હતી..અને ત્યાં કસરત કરી રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત થયું છે. દરમ્યાન કાર ઝાડીમાં ફસાઈ ગઈ હતી.. લોકોએ જોયું તો કારમાં દારૂની બોટલો મુકેલી હતી.ઉપરાંત કારમાંથી ગ્લાસ અને પડીકા પણ મળી આવ્યા.. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો બોપલ ઘુમા રોડ પરના લાલ ગેબી આશ્રમ પાસે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો.. કાર મુખ્ય રોડથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં ધસી આવી હતી, અને ત્યાં મેદાનમાં કસરત કરી રહેલા કાળુભાઇ રાખોલીયા પર કાર ફરી વળી.કાર ફરી વળતા જ કાળુભાઈનું મોત થયું....કાળુભાઇ સાથે આર.એસ.એસ ની શાખા માં આવનાર લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો,પણ તેઓ બચી ન શક્યા....લોકોનો આરોપ છે કે કાર ચાલક અને તેની સાથેના લોકો ગાડી મૂકી ફરાર થઇ ગયા કેમકે અંદર દારૂની બોટલો હતી ....
વહેલી સવારે બનેલી ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી છે....એક ટીમ કાર માલિકના ઘરે પહોંચી તો ઘર બંધ હતું અને ઘરના લોકો પણ તાળું મારી ફરાર થઇ ગયા હતા. પોલીસે તપાસ કરી તો કાર મયુર પટેલના નામે રજીસ્ટર્ડ હોવાના ડોક્યુમેન્ટ્સ મળ્યા.જેથી હવે કાર મયુર પટેલ ચલાવી રહ્યા હતા કે કેમ તેને લઈને તપાસ શરૂ કરાઇ છે.મહત્વનું છે કે અકસ્માત સર્જી કાર ચાલક અને તેની સાથે રહેલા લોકો કાર મુકી ફરાર થઈ ગયા છે. જે અંગે બોપલ પોલીસે પ્રોહિબીશન અને અકસ્માતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.. સાથે જ કાર માલિક સુધી પહોચી ગુનામા કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ પોલીસે શરૂ કરી છે..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


