ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડનગરમાં હીરાબાની યોજાઇ પ્રાર્થના સભા, સામાજીક અને રાજકીય અગ્રણીઓ પહોંચ્યા

વડનગરમાં સ્વ.હીરાબાની તમામ લૌકિક ક્રિયાઓ થશે બેસણું અને સામાજિક વિધિ કરવામાં આવશેજવાહર નવોદય વિદ્યાલય હોલ ખાતે પ્રાર્થના સભા યોજાઇસવારે 9થી 12 કલાક સુધી  પ્રાર્થના સભાસ્વ.દામોદરદાસ મૂલચંદદાસ મોદી પરિવાર દ્વારા પ્રાર્થના સભાસ્વ.હીરાબા મોદીનો સમગ્ર પરિવાર રહ્યો હાજરકેન્દ્ર અને રાજ્યના મોટા નેતાઓ પણ રહ્યા ઉપસ્થિતવડાપ્રધાનશ્રીની માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધનવડાપ્રધાનશà
03:59 AM Jan 01, 2023 IST | Vipul Pandya
વડનગરમાં સ્વ.હીરાબાની તમામ લૌકિક ક્રિયાઓ થશે બેસણું અને સામાજિક વિધિ કરવામાં આવશેજવાહર નવોદય વિદ્યાલય હોલ ખાતે પ્રાર્થના સભા યોજાઇસવારે 9થી 12 કલાક સુધી  પ્રાર્થના સભાસ્વ.દામોદરદાસ મૂલચંદદાસ મોદી પરિવાર દ્વારા પ્રાર્થના સભાસ્વ.હીરાબા મોદીનો સમગ્ર પરિવાર રહ્યો હાજરકેન્દ્ર અને રાજ્યના મોટા નેતાઓ પણ રહ્યા ઉપસ્થિતવડાપ્રધાનશ્રીની માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધનવડાપ્રધાનશà
  • વડનગરમાં સ્વ.હીરાબાની તમામ લૌકિક ક્રિયાઓ થશે 
  • બેસણું અને સામાજિક વિધિ કરવામાં આવશે
  • જવાહર નવોદય વિદ્યાલય હોલ ખાતે પ્રાર્થના સભા યોજાઇ
  • સવારે 9થી 12 કલાક સુધી  પ્રાર્થના સભા
  • સ્વ.દામોદરદાસ મૂલચંદદાસ મોદી પરિવાર દ્વારા પ્રાર્થના સભા
  • સ્વ.હીરાબા મોદીનો સમગ્ર પરિવાર રહ્યો હાજર
  • કેન્દ્ર અને રાજ્યના મોટા નેતાઓ પણ રહ્યા ઉપસ્થિત
  • વડાપ્રધાનશ્રીની માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Heeraba)નું 30 ડિસેમ્બરે 100 વર્ષની વયે નિધન થયું હતું. આજે તેમના વતન વડનગર ખાતે માતા હીરાબા માટે પરિવાર દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી છે. આ પ્રાર્થના સભામાં સામાજીક અને રાજકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો અને સંતો પહોંચ્યા છે.
હીરાબાનું તાજેતરમાં નિધન થયું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેમના નિધન બાદ વડાપ્રધાનશ્રી મોદી સવારે જ દિલ્હીથી ગાંધીનગર દોડી આવ્યા હતા. તેમણે માતાના દેહને કાંધ આપી હતી. હીરાબાના ગાંધીનગર સેક્ટર 30 ખાતેના સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા, જ્યાં વડાપ્રધાનશ્રી મોદી અને તેમના ભાઇઓએ માતાને મુખાગ્ની આપી હતી. 
સવારે 9થી 12 કલાક સુધી પ્રાર્થના સભા
પરિવાર દ્વારા સ્વ.હીરાબાની તમામ લૌકિક ક્રિયા વડનગર ખાતે કરવાનો નિર્ણય કરાયો હતો. બેસણું અને સામાજિક વિધિ વડનગરમાં કરવામાં આવશે. આજે રવિવારે સ્વ.દામોદરદાસ મૂલચંદદાસ મોદી પરિવાર  દ્વારા વડનગરની જવાહર નવોદય વિદ્યાલય હોલ ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. સવારે 9થી 12 કલાક સુધી પ્રાર્થના સભા યોજાઇ રહી છે. જેમાં સ્વ.હીરાબા મોદીનો સમગ્ર પરિવાર હાજર રહ્યો છે. 

અનેક અગ્રણીઓ પહોંચ્યા
  • પ્રાર્થના સભા પહેલા પીએમ મોદીના ભાઇ અમૃતભાઈ મોદી, પ્રહલાદ મોદી, પંકજ મોદી અને સોમભાઈ મોદી પહોંચ્યા છે 
  •  સાંસદ  કિરીટ સોલંકી પણ પહોંચ્યા છે. દિનેશ કુશવાહા,હસમુખ પટેલ, કંચનબેન રાદડીયા પણ પહોંચ્યા છે. 
  • પ્રાર્થના સભામાં સંજય જોશી, માયાબેન કોડનાની, તથા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમા બેન આચાર્ય પણ પહોંચ્યા હતા. 
  • ભારતી આશ્રમ અમદાવાદના ઋષી ભારતી બાપુ પણ પ્રાર્થનાસભામાં પહોંચ્યા છે. 
  • પ્રાર્થના સભામાં પૂર્ણેશ મોદી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા ધારાસભ્ય હર્ષદ પટેલ અને મંત્રી કુબેર ડિંડોર પણ પહોંચ્યા હતા. 
  • ધારાસભ્ય અમિત ઠાકર તથા પૂર્વ ધારાસભ્ય જગરુપસિંહ રાજપૂત પણ પહોંચ્યા છે.
  • કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રુપાલા પણ પ્રાર્થના સભામાં પહોંચ્યા 
  • પદ્મશ્રી ગણપતભાઈ પટેલ પણ પ્રાર્થના સભામાં પહોંચ્યા
  • તરભ વાળીનાથ ગાદીપતિ જયરમગીરી બાપુ પહોંચ્યા
  • પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પ્રાર્થના સભામાં પહોંચ્યા 
  • કોંગ્રેસ પ્રમુખ  જગદીશ ઠાકોર તથા સી.જે.ચાવડા પહોંચ્યા



શું કહ્યું સંજય જોશીએ
આ પ્રસંગે સંજય જોશીએ કહ્યું કે હીરાબા ના સંસ્કારો નરેન્દ્રભાઈ મોદીમાં છે. નરેન્દ્રભાઈ મોદીમાં હીરાબાએ સંસ્કારોએ સિંચન કર્યું છે. તેમણે કહ્યું કે હીરાબાને ભગવાન તેમના શ્રી ચરણોમાં સ્થાન આપે તેવી ભગવાનને પ્રાર્થના.
નીતિન પટેલે શું કહ્યું 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે હીરાબાને શ્રધ્ધાંજલી આપવા માટે આવ્યો છું. હીરાબાએ પૂર્ણ જીવન વડનગરમાં વિતાવ્યું અને બધી જ ધાર્મિક વિધિ વડનગર ખાતે કરવામાં આવશે. હીરાબાની સાદગી હંમેશા યાદ રહેશે
UPDATE.....
આ પણ વાંચો--નાગપુર સ્થિત સંઘના મુખ્ય કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા વધારાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstHeerabaNarendraModiPrayerMeeting
Next Article