માવઠાથી થયેલ પાકના નુકશાન માટે સર્વે શરૂ કરાયો
માવઠાથી થયેલ પાક નુકશાન માટે સર્વે શરૂ કરાયોખેડૂતોને થયેલ પાકના નુકશાનની મેળવાશે માહિતીખેતીવાડી વિભાગ દ્વારા વિસ્તરણ અધિકારીઓ ને અપાઈ સૂચનાવિસ્તરણ અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લઈને નુકશાનની થશે તપાસઘઉં, રાયડો અને ઘાસચારો સહિતના પાકને માવઠાને કારણે નુકશાનનો થશે સર્વેમહેસાણા (Mehsana) જિલ્લામાં પડેલ બે દિવસ કમોસમી વરસાદથી જિલ્લામાં શિયાળુ પાકને નુકશાન પહોંચ્યું છે. મહેસાણા à
09:00 AM Jan 31, 2023 IST
|
Vipul Pandya
- માવઠાથી થયેલ પાક નુકશાન માટે સર્વે શરૂ કરાયો
- ખેડૂતોને થયેલ પાકના નુકશાનની મેળવાશે માહિતી
- ખેતીવાડી વિભાગ દ્વારા વિસ્તરણ અધિકારીઓ ને અપાઈ સૂચના
- વિસ્તરણ અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લઈને નુકશાનની થશે તપાસ
- ઘઉં, રાયડો અને ઘાસચારો સહિતના પાકને માવઠાને કારણે નુકશાનનો થશે સર્વે
મહેસાણા (Mehsana) જિલ્લામાં પડેલ બે દિવસ કમોસમી વરસાદથી જિલ્લામાં શિયાળુ પાકને નુકશાન પહોંચ્યું છે. મહેસાણા જિલ્લા ખેતી વિભાગ દ્વારા તેનું સર્વે કરી યોગ્ય દિશામાં ખેડૂતો ને માવઠાથી નુક્શાનનું વળતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ખેડૂત ભારે નુકશાન વેઠવા માટે લાચાર
જગતનો તાત હંમેશા ખેતીમાં પોતાનો જીવ લગાવી દેતો હોય છે. ખેડૂત પોતાના પરિવારની તો દેખરેખ રાખે છે સાથે પોતાના ખેતરમાં વાવેલ પાકની પણ લોહી રેડી મહેનત કરી મબલક ઉત્પાદન માટે છેક સુધી મહેનત કરતો હોય છે. પરંતુ ખેડૂત ની મહેનત ઉપર તંત્ર કે કુદરત કૃપાયમાન થાય છે ત્યારે ખેડૂત ભારે નુકશાન વેઠવા માટે લાચાર થઈ ઉભો રહે છવા. પણ હિંમત હરતો નથી નિરાશા મળી હોવા છતાં ફરી વાર ઉભો થઇ એજ રીતે મહેનત નવેસરથી આરંભી દેતો હોય છે. અને તંત્ર પાસે જો કોઈ મદદ મળી જાય તો સારું એવી ભાવના રાખતો હોય છે.
નુકશાનનો સર્વે શરૂ કરાયો
મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત માં છેલ્લા બે દિવસમાં થયેલ માવઠાથી પાક ને નુકશાનનો સર્વે શરૂ કરાયો છે. મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવેશ જોષીના જણાવ્યા અનુસાર મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા કમોસમી વરસાદ ને કારણે જો ક્યાંય ખેતરોમાં પાણી ભરાયાં હોય કે પાક ને નુકશાન થયું હોય તો તેની સ્થળ તપાસ માટે વિસ્તરણ અધિકારીઓ ને રૂબરૂ તપાસ માટે સૂચના આપવામાં આવી છે. હજુ સુધી મહેસાણા જિલ્લામાં કેટલું પાકને નુકશાન થયું એના ચોક્કસ આંકડા આવ્યા નથી. જેથી ખેડૂતો ને પણ વિનંતી કરવામાં આવી છે કે, જો પોતાના ખેતરોમાં નુકશાન થયું હોય તો જે તે નુકશાન ની વિગતો અંગે ખેતીવાડી કચેરી એ જાણ કરવા જણાવાયું છે. મહેસાણા જિલ્લામાં ઘઉં, રાયડો સહિત ઘાસચારા ને થોડે ઘણે અંશે નુકશાન થયું છે.
તંત્ર દ્વારા હાલમાં સર્વે તો હાથ ધરાયુ છે પણ તેનું યોગ્ય સર્વે થાય અને છેવાડા જગતના તાતને થેયેલ નુક્શાનનું યોગ્ય વળતર મળે તે પણ એટલું જ જરૂરી છે.
આ પણ વાંચો--સિવિલ હોસ્પિટલમાં ૧૫મો વાર્ષિક 'બ્લેડર એક્સસ્ટ્રોફી- એપિસ્પેડિયાસ સાત દિવસીય વર્કશોપ' સંપન્ન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article