ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બટેટા પૌંઆમાં દારુ છુપાવી જઇ રહેલા યુવક યુવતી ઝડપાયા

ઉના પોલીસે માંડવી ચેક પોસ્ટ પાસે દારૂના જથ્થા સાથે યુવક યુવતીને ઝડપી લીધા. મંકરસંકાતિ તહેવારના નામે નાસ્તો આપવા નિકળ્યા હતાનાસ્તા વચ્ચે દારૂનો જથ્થો છુપાવ્યો હતો.ઊના (Una)ના એહમદપુર માંડવી ચેક પોસ્ટે દિવથી આવતી ઇકો કારને પોલીસે રોકાવી અંદર તલાસી લેતા કારની અંદર તપેલામાં નાસ્તા બટેટા પૌંઆમાં વચ્ચે વિદેશી દારૂની બોટલો તેમજ બેગમાં બોટલોના જથ્થા સાથે પોલીસે યુવક યુવતીને ઝડપી લીà
02:11 AM Jan 10, 2023 IST | Vipul Pandya
ઉના પોલીસે માંડવી ચેક પોસ્ટ પાસે દારૂના જથ્થા સાથે યુવક યુવતીને ઝડપી લીધા. મંકરસંકાતિ તહેવારના નામે નાસ્તો આપવા નિકળ્યા હતાનાસ્તા વચ્ચે દારૂનો જથ્થો છુપાવ્યો હતો.ઊના (Una)ના એહમદપુર માંડવી ચેક પોસ્ટે દિવથી આવતી ઇકો કારને પોલીસે રોકાવી અંદર તલાસી લેતા કારની અંદર તપેલામાં નાસ્તા બટેટા પૌંઆમાં વચ્ચે વિદેશી દારૂની બોટલો તેમજ બેગમાં બોટલોના જથ્થા સાથે પોલીસે યુવક યુવતીને ઝડપી લીà
  • ઉના પોલીસે માંડવી ચેક પોસ્ટ પાસે દારૂના જથ્થા સાથે યુવક યુવતીને ઝડપી લીધા. 
  • મંકરસંકાતિ તહેવારના નામે નાસ્તો આપવા નિકળ્યા હતા
  • નાસ્તા વચ્ચે દારૂનો જથ્થો છુપાવ્યો હતો.
ઊના (Una)ના એહમદપુર માંડવી ચેક પોસ્ટે દિવથી આવતી ઇકો કારને પોલીસે રોકાવી અંદર તલાસી લેતા કારની અંદર તપેલામાં નાસ્તા બટેટા પૌંઆમાં વચ્ચે વિદેશી દારૂની બોટલો તેમજ બેગમાં બોટલોના જથ્થા સાથે પોલીસે યુવક યુવતીને ઝડપી લીધા હતા.  એસ એસ ન્યુઝ ચેનલનું બુમ, મોબાઇલ, તેમજ કાર સહીત પત્રકાર યુવતી તેમજ શખ્સને પોલીસે મુદામાલ સાથે પકડી પાડી તપાસ શરુ કરી હતી.
કારમાં દારુ લઇને નિકળ્યા હતા
અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે પોલીસે  કારમાં નાસ્તાના ભરેલા તપેલાની અંદર દારૂનો જથ્થો છુપાવીને પત્રકાર હોવાનો રોફ જમાવતી એક યુવક-યુવતીને વિદેશી દારૂની નં.૬૭ બોટલો તેમજ કાર સહિતના દોઢ લાખથી વધુનો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. મકરસંક્રાંતિ તહેવાર નામે બાળકોને નિયમિત નાસ્તો પતંગ, દોરા, દાન, કરવા નિકળેલા બની બેઠેલાં પત્રકાર કાજલ વિનુ બારૈયા તથા જગદીશ વાઘજી મકવાણા દિવ વિસ્તારમાંથી બાળકો માટે નાસ્તાનાં તપેલા ભરી તેનાં વચ્ચે ઈંગ્લીશ દારૂનો જથ્થો જુદી જુદી બોટલ સંતાડીને નિકળતાં એહમપુર માંડવી ચેક પોસ્ટે પોલીસ કાર રોકાવી કારની તપાસ કરી હતી. યુવતીએ તે સમયે પોતે પત્રકાર હોવાનો રોફ જમાવ્યો હતો અને તહેવાર નિમિત્તે દાન કરતા હોવાનો દેખાવ કર્યો હતો. 
યુવતીએ પત્રકાર હોવાનો રોફ માર્યો
જો કે પોલીસે નાસ્તાનાં તપેલામાં બટેટા પૌંઆ હોવાથી તેમાં ચેક કરતા નીચે છુપાવેલા દારૂની બોટલો તથા  એસ એસ ૨૪ યુન્ઝ મીડિયાના થેલામાં પણ દારૂની બોટલોનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે એસ એસ ન્યુઝ ચેનલનું બુમ, મોબાઇલ, તેમજ કાર સહીત પત્રકાર યુવતી અને યુવકની સામે ગુનો નોંધી તપાસ આદરી હતી. 
આ પણ વાંચો--રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
GujaratFirstpoliceUna
Next Article