ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આણંદ જીલ્લા પોલીસના ડ્રાઇવરની રહસ્યમય સંજોગોમાં હત્યા

આણંદ જીલ્લા પોલીસના ડ્રાઇવરની રહસ્યમય સંજોગોમાં હત્યા બેડવાના યુવાનની માથામાં તીક્ષ્ણ હથિયાર મારી કરાઇ હત્યા લૂંટ વીથ મર્ડરની પણ શક્યતાઆણંદ (Aanand) જિલ્લાના પોલીસ ખાતાના એમટી વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા બેડવાના યુવાનની ગઈકાલે રાત્રીના સુમારે કોઈ અજાણ્યા શખ્સોએ કોઈપણ કારણોસર માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરપીણ હત્યા (Murder) કર્યા બાદ લાશને નજીકમાં આવેલી નહેરમાં નાંà
07:10 AM Dec 21, 2022 IST | Vipul Pandya
આણંદ જીલ્લા પોલીસના ડ્રાઇવરની રહસ્યમય સંજોગોમાં હત્યા બેડવાના યુવાનની માથામાં તીક્ષ્ણ હથિયાર મારી કરાઇ હત્યા લૂંટ વીથ મર્ડરની પણ શક્યતાઆણંદ (Aanand) જિલ્લાના પોલીસ ખાતાના એમટી વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા બેડવાના યુવાનની ગઈકાલે રાત્રીના સુમારે કોઈ અજાણ્યા શખ્સોએ કોઈપણ કારણોસર માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરપીણ હત્યા (Murder) કર્યા બાદ લાશને નજીકમાં આવેલી નહેરમાં નાંà
  • આણંદ જીલ્લા પોલીસના ડ્રાઇવરની રહસ્યમય સંજોગોમાં હત્યા
  •  બેડવાના યુવાનની માથામાં તીક્ષ્ણ હથિયાર મારી કરાઇ હત્યા
  •  લૂંટ વીથ મર્ડરની પણ શક્યતા
આણંદ (Aanand) જિલ્લાના પોલીસ ખાતાના એમટી વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા બેડવાના યુવાનની ગઈકાલે રાત્રીના સુમારે કોઈ અજાણ્યા શખ્સોએ કોઈપણ કારણોસર માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરપીણ હત્યા (Murder) કર્યા બાદ લાશને નજીકમાં આવેલી નહેરમાં નાંખીને ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ખંભોળજ પોલીસે આ અંગે હત્યા અને પુરાવાના નાશનો ગુનો દાખલ કરીને વિવિધ ટીમો બનાવીને તપાસનો દોર હાથ ધર્યો છે.

બે મહિનાથી પોલીસના એમટી વિભાગમાં આઉટસોર્સથી ડ્રાયવર તરીકે નોકરી કરતો
પ્રાપ્ત વિગતો અનુસાર બેડવા ગામમાં રહેતો જયદિપભાઈ ભરતભાઈ  (ઉ. વ. ૧૯)છેલ્લા બે મહિનાથી પોલીસના એમટી વિભાગમાં આઉટસોર્સથી ડ્રાયવર તરીકે નોકરીમાં જોડાયો હતો. અને મહિલા પોલીસ મથકના પીઆઈ જીગરભાઈ પટેલની બોલેરો જીપ ચલાવતો હતો. ગઈકાલે સવારે તે ટિફિન લઈને નોકરીએ આવ્યો હતો. ત્યારબાદ રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે પોતાની માતા સોનલબેનને ફોન કરીને જણાવ્યું હતુ કે, હું મિત્રો સાથે જમીને મોડો આવીશ. ત્યારબાદ મોડીરાત સુધી તે ઘરે આવ્યો નહોતો. જેથી તેણીની માતાએ તપાસ કરી હોવા છતાં પણ મળી આવ્યો નહોતો. 

કેનાલમાંથી લાશ મળી
દરમિયાન સવારના સુમારે બેડવા સીમથી રાસનોલ તરફ જવાના રોડ ઉપર આવેલી કેનાલમાંથી તેની ઉંધા માથાએ તરતી લાશ મળી આવી હતી. સવારના સુમારે કેનાલમા લાશ પડી હોવાની જાણ થતાં જ ખંભોળજના પીએસઆઈ કે. જી. ચૌધરી સહિત સ્ટાફના જવાનો તુરંત જ કેનાલ ઉપર પહોંચી ગયા હતા અને લાશને બહાર કઢાવીને તપાસ કરતા યુવક જયદિપ ભરતભાઈ હોવાનું ખુલવા પામ્યું હતુ. તેના માથામાં તી-ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું પણ જણાઈ આવ્યું હતુ. જેથી પોલીસે લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી અને આ અંગે સોનલબેન ની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ઘ હત્યા અને લાશના પુરાવાનો નાશ કરવાનો ગુનો દાખલ કરીને તપાસનો દોર હાથ ધર્યો છે.

ટિફીન અને પાકિટ મળ્યું
 પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જ્યાંથી લાશ મળી આવી તેનાથી ૫૦ મીટર આગળ લોહીના ડાઘા મળી આવ્યા છે એટલે આ સ્થળે હત્યા કર્યા બાદ લાશને નહેરના પાણીમાં નાંખી દીધી હતી, જે તરતી-તરતી આગળ નીકળી જવા પામી હતી. પોલીસને જયદિપનો એક થેલો પણ મળી આવ્યો છે જેમાંથી ટિફિન મળી આવ્યું છે. જો કે તેણે બપોરના સુમારે પણ ટિફિનમાં લાવેલી રોટલી અને શાક ખાધા નહોતા જેથી તે જેવાને તેવા જ રહેવા પામ્યા હતા. તેના ખિસ્સામાંથી પાકીટ પણ મળી આવ્યું હતુ જેમાં તેનું કાર્ડ સહિત કેટલાક કાગળિયા છે, તેનો મોબાઈલ પણ ગુમ થઈ જવા પામ્યો છે જ્યારે તેની પાસેથી એકપણ પૈસા પણ મળ્યા નથી. આ તમામ વિગતોને એકત્ર કરીને પોલીસે અલગ-અલગ થિયરીઓ ઉપર તપાસનો દોર હાથ ધર્યો છે. 

પોલીસ વિભાગમાં ખાસ પરિચીત ન હતા
બીજી તરફ પોલીસ વિભાગમાં આઉટસોર્સથી ડ્રાયવરની નોકરી કરતા યુવાનની ઘાતકી હત્યા થઈ જતાં પોલીસ બેડામાં પણ શોકની લાગણી પ્રસરી જવા પામી છે. હજી બે મહિના પહેલા જ તે નોકરીમાં જોડાયો હોય પોલીસ વિભાગમાં પણ ખાસ પરિચિત નહોતોનું જાણવા મળ્યું છે.

હત્યામાં બેથી વધુ શખ્સો સામેલ હોવાની શક્યતા
આણંદ પોલીસના એમટી વિભાગમાં આઉટસોર્સથી નોકરી કરતા જયદિપની હત્યામાં બે કે તેથી વધુ શખ્સોની સંડોવણી હોવાની શક્યતા જોવાઈ રહી છે. પીએસઆઈ કે. જી. ચૌધરીના જણાવ્યા અનુસાર કોઈ કારણોસર જયદિપને નહેર ઉપર લાવીને માથાના ભાગે તી-ણ હથિયારના ત્રણ જેટલા ઉંડા ઘા મારવામા આવ્યા છે જેના કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતુ. હત્યામાં ધારદાર ચપ્પુ કે છરી જેવા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે.
જયદિપ રાત્રે કયા મિત્રો સાથે હતો તેની તપાસ હાથ ધરાઈ
રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે પોતાની માતાને ફોન કરીને જયદિપે મિત્રો સાથે જમીને મોડેથી ઘરે આવીશ તેમ જણાવ્યું હતુ ત્યારબાદ રાત્રીના દશ વાગ્યા પછી તેનો ફોન સ્વીચ ઓફ થઈ જવા પામ્યો હતો. જેથી ઘટના રાત્રીના દશ વાગ્યા બાદ બની હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે તેના સાતથી આઠ જેટલા મિત્રોને બોલાવીને પુછપરછ કરી હતી પરંતુ તેઓ રાત્રે જયદિપની સાથે નહીં હોવાનું જણાવ્યું છે. જેથી જયદિપ ખરેખર કયા મિત્રો સાથે રાત્રે હતો તેની તપાસ હાથ ઘરાઈ રહી છે.
 લૂંટ વીથ મર્ડરની પણ શક્યતા
ખંભોળજ પોલીસના જણાવ્યા અનુસાર હત્યાનો ભોગ બનેલા જયદિપનો મોબાઈલ ફોન તેમજ તેની પાસેથી એક પણ રોકડ રકમ મળી નથી, જેથી લુંટ વીથ મર્ડરની પણ શક્યતા નકારી શકાતી નથી. પોલીસે તેના મોબાઈલ ફોન નંબરના આધારે તેની કોલ ડીટેલ્સ કઢાવવાની તજવીજ હાથ ઘરી છે. જેમાં જયદિપ છેલ્લે કોની સાથે સંપર્કમાં હતો, તે હકિકત ઉજાગર થશે તેમ મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો--બંધ પડેલા સી પ્લેનને ફરી શરુ કરવા સરકારની મથામણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AanandGujaratFirstMurderpolice
Next Article