BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગમાં યોજાયો અન્નકૂટ, જુઓ તસવીરો
હિંદુ ધર્મ પરંપરા અનુસાર નૂતન વર્ષ (New Year)ના પ્રથમ દિવસે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. સ્વાદ, સુગંધ અને પ્રભુપ્રેમથી તરબોળ અનેકવિધ વાનગીઓનો રસથાળ ભગવાનને ધરાવીને ભક્તો તેનો પ્રસાદ પ્રાપ્ત કરી નૂતન વર્ષનો શુભારંભ કરે છે. તમામ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો અન્નકૂટગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મં
05:55 AM Oct 26, 2022 IST
|
Vipul Pandya
હિંદુ ધર્મ પરંપરા અનુસાર નૂતન વર્ષ (New Year)ના પ્રથમ દિવસે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. સ્વાદ, સુગંધ અને પ્રભુપ્રેમથી તરબોળ અનેકવિધ વાનગીઓનો રસથાળ ભગવાનને ધરાવીને ભક્તો તેનો પ્રસાદ પ્રાપ્ત કરી નૂતન વર્ષનો શુભારંભ કરે છે.
તમામ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો અન્નકૂટ
ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં નૂતનવર્ષ અને અન્નકૂટ ઉત્સવની ઉજવણીમાં લાખો ભક્તો સામેલ થઈ રહ્યા છે.
શાહિબાગ મંદિરમાં યોજાયો અન્નકૂટ
આજે નવા વર્ષે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે સવારે ૭:૩૦ વાગ્યે નૂતનવર્ષ નિમિત્તે મહાપૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
હજારો ભક્તોએ કર્યા અન્નકૂટના દર્શન
સવારે ૯:૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધી, હજારો હરિભક્તો અને ભાવિકોએ, સંતો-ભક્તોએ ભક્તિભાવપૂર્વક ઠાકોરજીને ધરાવેલ ( ૬૦૦) થી વધુ વાનગીઓના મનોહર અન્નકૂટના દર્શન કરી ખૂબ આનંદનો અનુભવ કર્યો હતો.
શતાબ્દી મહોત્સવ માટે ભક્તોમાં ઉત્સાહ
વિશેષતઃ ૧૫ ડિસેમ્બર, ૨૦૨૨ થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી અમદાવાદમાં યોજાનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે દેશ વિદેશના લાખો હરિભક્તોમાં આ મહોત્સવનો લાભ લેવા તથા તેમાં સેવામાં જોડાવા અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Next Article