હિંમતનગરમાં ફરી પથ્થરમારો, ખંભાતમાં થયેલા પથ્થરમારામાં એકનું મોત, હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ફરી એક વખત પથ્થરમારાની ઘટના બની છે. મળતી માહિતિ પ્રમાણે આગજની અને તોડફોડ બાદ ફરી એક વખત પથ્થરમારો કરવામાં આવ્યો છે. જો કે હવે સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લખનીય છે કે હિંમતનગરમાં આજે બપોરે ત્રણ વાગ્યા આસપાસ રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. ત્યારબાદ વાહનો અને દુકાનોમાં આગચંપી અને તોડફોડ કરાઇ હ
02:46 PM Apr 10, 2022 IST
|
Vipul Pandya
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ફરી એક વખત પથ્થરમારાની ઘટના બની છે. મળતી માહિતિ પ્રમાણે આગજની અને તોડફોડ બાદ ફરી એક વખત પથ્થરમારો કરવામાં આવ્યો છે. જો કે હવે સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લખનીય છે કે હિંમતનગરમાં આજે બપોરે ત્રણ વાગ્યા આસપાસ રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. ત્યારબાદ વાહનો અને દુકાનોમાં આગચંપી અને તોડફોડ કરાઇ હતી. જેના પગલે સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. જો કે પોલીસે સ્થિતિ પર કાબૂ મળવી લીધો હતો. ત્યારબાદ ફરી એક વખત પથ્થરમારો કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે હજુ પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. બીજી વખત પથ્થરમારા બાદ વધુ એક કોમ્પલેક્ષમાં આગ ચાંપવામાં આવી છે. રેન્જ આઇજી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો અત્યારે હિંમતનગર પહોંચ્યો છે. આ સાથે જ SRPFની ત્રણ ટૂકડીને પણ હિંમતનગર મોકલવા માાટેના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંક અરવલ્લી સહિત મહેસાણા પોલીસ પણ હિંમતનગર પહોંચી છે. ગાંધીનગર રેન્જના ત્રણ એપસી રેન્કના અધિકારીઓ પણ હિંમતનગર જવા રવાના થયા છે.
પથ્થરમારા અને ઘર્ષણની આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા છે. માત્ર આટલું જ નહીં પોલીસ પણ પથ્થરમારા અને હુમલાની ઘટના બની હતી. જેમાં જિલ્લા પોલીસ વડા સહિત ૧૦ પોલીસ કર્મીઓને ઇજા થઇ હોવાની માહિતિ સામે આવી છે. તો સ્થિતિ પર કાબૂ મેળવવા અને લોકોને વિખેરવા માટે પોલીસે ૪૦ રાઉન્ડ ટીયરગેસના સેલ છોડ્યા છે. પથ્થરમારાના પગલે જિલ્લાભરની પોલીસ ખડપગે થઇ છેે. ખાસ કરીને જિલ્લાભરની ઉપરાંત આસપાસના જિલ્લાની પોલીસ ટીમો પણ હિંમતનગર પહોંચી છે.
ખંભાતમાં એક વ્યક્તિનું મોત
હિમતનગર બાદ આણંદ જિલ્લાના ખંભાતમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી. ત્યાં પણ શહેરના શક્કરપુરા વિસ્તારમાં રામનવમી નિમિત્તે નિકળેલી રેલી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બે જૂથ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ આગજની અને તોડફોડ પણ થઇ હતી. ત્યારે શક્કરપુરા વિસ્તારમાં થયેલા પથ્થરમારામાં એક વ્યક્તિનું મોત થયું છે. હાલ ખંભાતમાં પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.
પોલીસ દ્વારા અત્યારે સ્તિતિ પર કાબૂ મેળવાયો છે. આ સિવાય વધારાની પોલીસ ફોર્સ પણ ત્યાં ખડકાઇ છે. આ બધા વચ્ચે ખંભાતના ધારાસભ્ય મયુર રાવલે દાવો કર્યો છે કે ષડયંત્રથી પથ્થરમારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનો સંપર્ક કરવામાં આવ્યો છે.
Next Article