મિસ યુનિવર્સ સ્પર્ધામાં નેપાળની સુંદરી સોફિયાની ચારેબાજુ કેમ ચર્ચા ?
અમેરિકાની આર'બોની ગેબ્રિયલ આ વર્ષે 71મી મિસ યુનિવર્સ સ્પર્ધા (Miss Universe)માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ચૂકી છે. તેણે અંતિમ રાઉન્ડમાં વેનેઝુએલા અને ડોમિનિકન રિપબ્લિકના પ્રતિસ્પર્ધીઓને હરાવીને આ તાજ જીત્યો હતો. આ સ્પર્ધામાં વિવિધ દેશોના સ્પર્ધકો તેમના દેશની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ વખતના કોસ્ચ્યુમ રાઉન્ડ દરમિયાન એક તરફ જ્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી કર્ણાટકની મોડàª
07:15 AM Jan 16, 2023 IST
|
Vipul Pandya
અમેરિકાની આર'બોની ગેબ્રિયલ આ વર્ષે 71મી મિસ યુનિવર્સ સ્પર્ધા (Miss Universe)માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ચૂકી છે. તેણે અંતિમ રાઉન્ડમાં વેનેઝુએલા અને ડોમિનિકન રિપબ્લિકના પ્રતિસ્પર્ધીઓને હરાવીને આ તાજ જીત્યો હતો. આ સ્પર્ધામાં વિવિધ દેશોના સ્પર્ધકો તેમના દેશની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ વખતના કોસ્ચ્યુમ રાઉન્ડ દરમિયાન એક તરફ જ્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી કર્ણાટકની મોડલ દિવિતા રાય દ્વારા "સોને કી ચિડિયા" નો અવતાર રજૂ કરાયો હતો ત્યારે નેપાળની પ્રતિસ્પર્ધી મોડેલ દ્વારા તેના દેશની સંસ્કૃતિને રજૂ કરવા માટે પસંદ કરાયેલા રુપની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે.
સોફિયા મા કાલીના રુપમાં જોવા મળી
નેપાળનું પ્રતિનિધિત્વ કરતી મોડલ સોફિયા ભુજેલ, કોસ્ચ્યુમ રાઉન્ડ દરમિયાન માતા કાલીના અવતારમાં સ્ટેજ પર દેખાઈ હતી.ત્યાં હાજર દરેક વ્યક્તિ તેના અવતારથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને તેને તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહિત કર્યા હતા.
વિશ્વને પોતાના દેશની સંસ્કૃતિથી પણ વાકેફ કર્યું
નેપાળને પરંપરાઓ અને દેવી પૂજાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં સોફિયાએ મિસ યુનિવર્સ મંચ પર માત્ર પોતાના દેશનું પ્રતિનિધિત્વ જ નથી કર્યું, પરંતુ વિશ્વને પોતાના દેશની સંસ્કૃતિથી પણ વાકેફ કર્યું. સ્ટેજ પર દેવીના રૂપમાં ચાલ્યા બાદ તેનો લુક ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને અલગ-અલગ દેશોના લોકો પણ તેના લુકના વખાણ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી
સોફિયા ભુજેલે પણ પોતાના અવતારની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે તસવીરને કેપ્શન આપ્યું, "શક્તિ, દૈવી નારી". તેની આ તસવીરમાં જોઈ શકાય છે કે સોફિયાએ સોનાના આભૂષણોથી શણગારેલી લાલ સાડી પહેરી છે. આ ઉપરાંત તેમના હાથમાં સોનાના રંગનું ત્રિશુલ (ત્રિશૂલ) પણ છે અને કપાળ પર ત્રીજી આંખ પણ છે.
કોણ છે નેપાળનું પ્રતિનિધિત્વ કરતી સોફિયા ભુજેલ
સોફિયા ભુજેલને 25 ઓગસ્ટ, 2022ના રોજ મિસ યુનિવર્સ નેપાળ 2022નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેનો જન્મ અને ઉછેર નેપાળના કાઠમંડુમાં થયો હતો. તેણે કાઠમંડુમાંથી જ બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. 17 માર્ચ, 2022 ના રોજ, તેણીએ મિસ યુનિવર્સ ખાતે નેપાળનું પ્રતિનિધિત્વ કરતા પહેલા, મિસ ઇકો ઇન્ટરનેશનલ 2022 માં નેપાળને રજૂ કર્યું.
દિવિતા રાયે 'ગોલ્ડન બર્ડ' બનીને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
મિસ યુનિવર્સ ની 71મી આવૃત્તિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી દિવિતા રાય નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડ માટે 'સોને કી ચિડિયા' તરીકે સ્ટેજ પર આવી. આ ઈવેન્ટ માટે તેનો આઉટફિટ અભિષેક શર્માએ ડિઝાઈન કર્યો હતો.
આર'બોની ગેબ્રિયલ આ વર્ષે મિસ યુનિવર્સનો ખિતાબ જીતી
અમેરિકાની આર'બોની ગેબ્રિયલ આ વર્ષે મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ચૂકી છે. તે 71મી મિસ યુનિવર્સ સ્પર્ધા હતી જેમાં લગભગ 90 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જો કે, આમાંથી માત્ર ત્રણ સ્પર્ધકો સ્પર્ધાના અંતિમ તબક્કામાં પહોંચી શક્યા હતા. અમેરિકા ઉપરાંત તેમાં વેનેઝુએલાની અમાન્દા ડુડામેલ અને ડોમિનિકન રિપબ્લિકની એન્ડ્રીના માર્ટિનેઝનો સમાવેશ થાય છે.
ગયા વર્ષે ભારતને તાજ મળ્યો હતો
આ વખતે આ ખિતાબ જીતનાર આર'બોની ગેબ્રિયલને અગાઉની મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ તાજ પહેરાવ્યો હતો. આ પહેલા એટલે કે વર્ષ 2021માં હરનાઝ સંધુ છેલ્લી વખત આ તાજને ભારત લાવ્યા હતા. ગત વર્ષે આ ખિતાબ 21 વર્ષના અંતરાલ બાદ ભારતને મળ્યો હતો.
મિસ યુનિવર્સ બનવાના ફાયદા
મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ સ્પર્ધકને તાજ પહેરાવવામાં આવે છે. હવે જો તે ઈચ્છે તો આ તાજ પરત કરી શકે છે અને રાખી પણ શકે છે. તે કરાર પર આધાર રાખે છે, જોકે મોટાભાગની મિસ યુનિવર્સ તાજ રાખવાનું પસંદ કરે છે. મિસ યુનિવર્સ બન્યા પછી, વિજેતાને આખી દુનિયા તરફથી પ્રેમ અને ઓળખ મળે છે, પરંતુ આ બધા પછી પણ તેમને ઘણા ફાયદા છે. ચાલો જાણીએ
શિષ્યવૃત્તિ - ન્યૂયોર્ક ફિલ્મ એકેડમી દ્વારા મિસ યુનિવર્સને વિઝ્યુઅલ પરફોર્મિંગ આર્ટ્સમાં સ્કોલરશિપ આપવામાં આવે છે. આ સાથે, એક મોડેલિંગ પોર્ટફોલિયો તૈયાર કરવામાં આવે છે.
સેલેરી- રિપોર્ટ્સ અનુસાર મિસ યુનિવર્સને એક વર્ષ માટે સેલેરી પણ આપવામાં આવે છે. આ પગાર ડોલરમાં આપવામાં આવે છે. તેને વાર્ષિક પગાર તરીકે લગભગ $250,000 મળે છે.
વિશેષ ભથ્થું- મિસ યુનિવર્સ બન્યા પછી, વ્યક્તિએ આખી દુનિયામાં સામાજિક કાર્ય માટે જવું પડે છે. આ માટે મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશનના પ્રાયોજકો મુસાફરી ભથ્થું આપે છે.
ન્યૂયોર્કમાં ઘર- મિસ યુનિવર્સને આખું વર્ષ ન્યૂયોર્કમાં રહેવા માટે એક એપાર્ટમેન્ટ પણ આપવામાં આવે છે.આ દરમિયાન મિસ યુનિવર્સે ખાવા-પીવાથી લઈને ટ્રાવેલિંગ સુધી કોઈ ખર્ચ કરવો પડતો નથી.
મિસ યુનિવર્સ શું છે?
મિસ યુનિવર્સ એટલે યુનિવર્સ બ્યુટી, આ સ્પર્ધાનું આયોજન દર વર્ષે મિસ યુનિવર્સ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે છે. તેની સ્થાપના વર્ષ 1952 માં કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં એક કપડાની કંપની પેસિફિક મિલ્સ દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article