ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વધુ એક ક્રિકેટર લગ્નના તાંતણે બંધાશે, આજે અક્ષર-મેહાના લગ્ન

કે એલ રાહુલ બાદ હવે અક્ષર પટેલવધુ એક ભારતીય ક્રિકેટર લગ્નનાં બંધને બંધાશેગુરૂવારે વડોદરામાં યોજાશે ભવ્ય લગ્ન સમારોહમિત્રોમાંથી જીવનસાથી બનશે અક્ષર અને મેહાભારતીય ક્રિકેટ ટીમમાં લગ્નની સિઝન ચાલી રહી છે.. સ્ટાર ક્રિકેટર કે એલ રાહુલે તાજેતરમાં અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા બાદ ભારતીય ક્રિકેટ (Cricket)  ટીમનો વધુ એક ખેલાડી લગ્નનાં બંધને બંધાવા જઇ રહ્યો છે.. સ્ટાર ઓલરાઉન્ડર
02:43 AM Jan 26, 2023 IST | Vipul Pandya
કે એલ રાહુલ બાદ હવે અક્ષર પટેલવધુ એક ભારતીય ક્રિકેટર લગ્નનાં બંધને બંધાશેગુરૂવારે વડોદરામાં યોજાશે ભવ્ય લગ્ન સમારોહમિત્રોમાંથી જીવનસાથી બનશે અક્ષર અને મેહાભારતીય ક્રિકેટ ટીમમાં લગ્નની સિઝન ચાલી રહી છે.. સ્ટાર ક્રિકેટર કે એલ રાહુલે તાજેતરમાં અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા બાદ ભારતીય ક્રિકેટ (Cricket)  ટીમનો વધુ એક ખેલાડી લગ્નનાં બંધને બંધાવા જઇ રહ્યો છે.. સ્ટાર ઓલરાઉન્ડર
  • કે એલ રાહુલ બાદ હવે અક્ષર પટેલ
  • વધુ એક ભારતીય ક્રિકેટર લગ્નનાં બંધને બંધાશે
  • ગુરૂવારે વડોદરામાં યોજાશે ભવ્ય લગ્ન સમારોહ
  • મિત્રોમાંથી જીવનસાથી બનશે અક્ષર અને મેહા
ભારતીય ક્રિકેટ ટીમમાં લગ્નની સિઝન ચાલી રહી છે.. સ્ટાર ક્રિકેટર કે એલ રાહુલે તાજેતરમાં અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા બાદ ભારતીય ક્રિકેટ (Cricket)  ટીમનો વધુ એક ખેલાડી લગ્નનાં બંધને બંધાવા જઇ રહ્યો છે.. સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Akshar Patel) ગુરૂવારે 26 જાન્યુઆરીનાં રોજ લગ્ન (Wedding)નાં તાંતણે બંધાઇ જશે..
જુની મિત્ર મેહા સાથે અક્ષરનાં લગ્ન
ગુજરાતનાં નડીયાદનાં રહીશ ક્રિકેટર અક્ષર પટેલ તેની જુની મિત્ર મેહા પટેલ સાથે લગ્ન કરશે.. અક્ષર અને મેહા બંને એકબીજાને ઘણાં લાંબા સમયથી ઓળખે છે.. એકબીજાને સારી રીતે ઓળખતાં હોવાથી બંનેએ જીવનભર સાથે રહેવાનો નિર્ણય કરી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.. જેથી જુના મિત્ર હવે એકબીજાનાં જીવનસાથી બનશે.
લગ્ન પહેલાં યોજાઇ મહેંદી સેરેમની
ડાબોડી ઓલરાઉન્ડર અક્ષર અને મેહા પટેલનાં લગ્ન સંપુર્ણ ગુજરાતી રીતિ રિવાજ મુજબ થઇ રહ્યાં છે.. લગ્ન પહેલાંની તમામ રસમો નડિયાદમાં અક્ષર પટેલનાં નિવાસ ખાતે યોજાઇ હતી.. લગ્ન પહેલાં ગણેશ સ્થાપના, મહેંદી સેરેમની, સંગીત સંધ્યા સહિતનાં આયોજનો આજે નડિયાદ ખાતે યોજાયાં હતાં.. જેમાં પરિવારનાં નજીકનાં સંબંધીઓ તેમજ અક્ષર પટેલનાં અંગત મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
વડોદરામાં યોજાશે ભવ્ય લગ્ન સમારોહ
નડિયાદ ખાતે જરૂરી રસમો પુરી કર્યા બાદ અક્ષર અને મેહા બંનેનાં પરિવાર વડોદરા પહોંચશે.. જ્યાં વડોદરા ખાતે બંનેનાં લગ્ન થશે.. વડોદરાનાં સેવાસી વિસ્તારમાં આવેલ આલીશાન કબીર ફાર્મ ખાતે અક્ષર અને મેહા પટેલનો ભવ્ય લગ્ન સમારોહ યોજાશે.. જ્યાં બંને લગ્નનાં બંધને બંધાઇ જશે.. લગ્ન સમારંભને લઇને તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.
સ્ટાર ક્રિકેટર્સ આવે તેવી શક્યતા
અક્ષર પટેલનાં લગ્ન વડોદરામાં યોજાવાનાં છે.. જેથી ભારતીય ક્રિકેટ ટીમનાં તેનાં સાથી ખેલાડીઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા વડોદરા આવે તેવી શક્યતા છે.. ન્યુઝીલેન્ડ સામેની વન ડે સીરીઝ બાદ શુક્રવારથી ટી-ટ્વેન્ટી સીરીઝ શરૂ થશે.. જેથી વન ડે સીરીઝમાં રમનાર રોહિત શર્મા, વિરાટ કોહલી, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શામીને ટી-ટ્વેન્ટી સીરીઝમાં બાકાત રાખવામાં આવ્યાં છે.. જેથી આ ક્રિકેટરો પૈકી કેટલાક સ્ટાર ક્રિકેટર વડોદરામાં અક્ષર પટેલનાં લગ્નમાં હાજરી આપે તેવી શક્યતા છે.
આ પણ વાંચો--મહિલા IPL માટે ટીમોની જાહેરાત, BCCIએ હજારો કરોડની કમાણી કરી, અદાણીએ અમદાવાદની ટીમ ખરીદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AksharpatelCricketcricketerGujaratFirstVadodaraWedding
Next Article