ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નકલી આર્મી ઓફિસર બનીને 50 મહિલાઓ સાથે શારીરિક સંબંધ બનાવ્યા, બે હત્યા કરી, જાણો કઇ રીતે થઇ ધરપકડ

નકલી આર્મી ઓફિસર બની હત્યા કરીને ફરાર થયેલા આરોપીની જયપુર પોલીસે ભીવાડીના ટપુકરામાંથી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ 50 મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે. તેની સામે અત્યાર સુધીમાં અનેક કેસ નોંધાયેલા છે. જયપુર ડીસીપી રિચા તોમરે જણાવ્યું કે જયપુરના કરગની પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાના આરોપી વિક્રમ ઉર્ફે મિન્ટુ ઉર્ફે મિન્ટુની ભીવાડીથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ તેને àª
06:15 PM Apr 09, 2022 IST | Vipul Pandya
નકલી આર્મી ઓફિસર બની હત્યા કરીને ફરાર થયેલા આરોપીની જયપુર પોલીસે ભીવાડીના ટપુકરામાંથી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ 50 મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે. તેની સામે અત્યાર સુધીમાં અનેક કેસ નોંધાયેલા છે. જયપુર ડીસીપી રિચા તોમરે જણાવ્યું કે જયપુરના કરગની પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાના આરોપી વિક્રમ ઉર્ફે મિન્ટુ ઉર્ફે મિન્ટુની ભીવાડીથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ તેને àª
નકલી આર્મી ઓફિસર બની હત્યા કરીને ફરાર થયેલા આરોપીની જયપુર પોલીસે ભીવાડીના ટપુકરામાંથી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ 50 મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે. તેની સામે અત્યાર સુધીમાં અનેક કેસ નોંધાયેલા છે. જયપુર ડીસીપી રિચા તોમરે જણાવ્યું કે જયપુરના કરગની પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાના આરોપી વિક્રમ ઉર્ફે મિન્ટુ ઉર્ફે મિન્ટુની ભીવાડીથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ તેને પકડવા માટે અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે તેની ચાલાકીના કારણે તે પોલીસ આવે તે પહેલા જ  સ્થળ પરથી ભાગી જતો હતો.
સોશિયલ મીડિયા પરથી યુવતીઓને શિકાર કરતો
પોલીસની પૂછપરછમાં નકલી આર્મી ઓફિસર ભાંગી પડ્યો. આરોપીએ પોલીસને નકલી આર્મી ઓફિસર બની લોકોને લૂંટવાની અને મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધો બનાવવાની આખી વાત જણાવી. તેણે કહ્યું કે તે સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સ દ્વારા છોકરીઓને મળતો હતો. બાદમાં તે તેમને પોતાની જાળમાં ફસાવતો હતો. ત્યારબાદ તેમની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને સ્થળ છોડીને ભાગી જતો હતો. આરોપીના કહેવા મુજબ તેણે અત્યાર સુધીમાં 50 યુવતીઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે. ભૂતકાળમાં પણ એક છોકરીની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા લાશને રેલવે ટ્રેક પર મૂકીને નાસી છૂટ્યો હતો. મૃતક જયપુરની રહેવાસી હતી. પોલીસ હજુ સુધી આ હત્યાનો ખુલાસો પણ નહોતી કરી શકી.
પ્રેમિકાની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો
એડિશનલ ડીસીપી રામ સિંહ શેખાવતે જણાવ્યું કે 23 ફેબ્રુઆરીના રોજ આર્મી નગર (નિવારુ રોડ) સ્થિત એક ઘરમાં ઉત્તર પ્રદેશની રહેવાસી રોશની નામની મહિલાનો મૃતદેહ પલંગ પર પડેલો મળ્યો હતો. ફરાર આરોપી વિક્રમ તેની સાથે ઘણા મહિનાઓથી લિવ ઇન રિલેશનશિપમાં હતો. એફએસએલ તપાસમાં રોશનીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી વિક્રમે જણાવ્યું કે તે રોશનીને જયપુરની એક હોટલમાં મળ્યો હતો. આ હોટલમાં રહીને તેણે ઓટો ચાલક પાસે યુવતીની માંગણી કરી હતી. આ પછી ઓટો ડ્રાઈવરે રોશનીને ફોન કર્યો હતો. 
રોશની અને વિક્રમે સાથે રાત વિતાવી હતી. પછી બંને મિત્રો બની ગયા અને બંનેએ સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લીધી. જે બાદ બંને હરદોઈ ગયા હતા. થોડા દિવસ ત્યાં રહ્યા પછી જયપુરમાં ભાડે રૂમ લીધો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે મૃતક રોશની સેક્સ રેકેટ સાથે સંકળાયેલી હતી, પરંતુ વિક્રમ તેને વારંવાર સેક્સ રેકેટ છોડવા માટે કહી રહ્યો હતો. જ્યારે તે રાજી ન થઈ તો ગુસ્સામાં વિક્રમે તેનું મોઢું ઓશીકા વડે દબાવીને તેની હત્યા કરી નાખી.
પ્રેમિકાના પરિવારજનોને પણ ચુનો લગાવ્યો
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે રોશનીના પિતા ઉત્તર પ્રદેશમાં હત્યાના ગુનામાં સજા કાપી રહ્યા છે. તેણે રોશનીના પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે તેના ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંપર્કો છે. પોતાની જાતને આર્મી ઓફિસર તરીકે દર્શાવીને તેણે જામીન માટે પરિવાર પાસેથી રોકડ અને દાગીના લીધા હતા. જેને તેણે ચંદીગઢમાં વેચી દીધા અને ત્યાંથી મળેલા પૈસા પડાવી લીધા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ તેના બે મિત્રો સાથે મળીને અલવરના સદર વિસ્તારમાં ગેંગરેપ પણ કર્યો હતો. આ કેસના તમામ આરોપીઓ ફરાર હતા. વિક્રમના કહેવા મુજબ તેણે મુંબઈ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ચંદીગઢમાં અલગ-અલગ કામ કર્યું છે.
Tags :
AlwarfakearmyofficerGujaratFirstRajasthanRape
Next Article