પેપર ફૂટવાની ઘટના વચ્ચે આજે રાજ્યમાં યોજાશે GPSCની પરીક્ષા
આજે રાજ્યમાં યોજાશે GPSCની પરીક્ષાવર્ગ-1 માટે કુલ 12 પોસ્ટ પર લેવાશે પરીક્ષાવર્ગ-2 માટે કુલ 19 પોસ્ટ માટે લેવાશે પરીક્ષાઆજે રાજ્યમાં GPSCની પરીક્ષા (GPSC Exam) યોજાવા જઇ રહી છે. રાજ્યના મહાનગરોમાં યોજાનારી આ પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી રહ્યા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતુંરાજ્યમાં સ્પર્ધાત્મક àª
Advertisement
- આજે રાજ્યમાં યોજાશે GPSCની પરીક્ષા
- વર્ગ-1 માટે કુલ 12 પોસ્ટ પર લેવાશે પરીક્ષા
- વર્ગ-2 માટે કુલ 19 પોસ્ટ માટે લેવાશે પરીક્ષા
આજે રાજ્યમાં GPSCની પરીક્ષા (GPSC Exam) યોજાવા જઇ રહી છે. રાજ્યના મહાનગરોમાં યોજાનારી આ પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી રહ્યા છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું
રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટવાની વારંવારની ઘટનાઓ વચ્ચે આજે ફરી એક વાર GPSCની વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા યોજાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે ગત રવિવારે રાજ્યમાં યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું અને તેના પગલે પરીક્ષા રદ કરવામાં આવી હતી. ઘટનાના પગલે રાજ્યભરમાં ભારે હોબાળો મચ્યો હતો. ઉમેદવારો પણ નિરાશ થઇ ગયા હતા. ઘટનામાં ગુજરાત પોલીસે કડક કાર્યવાહી કરીને પેપરલિક કાંડમાં સંડોવાયેલા 18થી વધુ શખ્સોને ઝડપી લીધા છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે.
હિસાબી અધિકારી વર્ગ-1ની 12 જગ્યા માટે ગાંધીનગરમાં પરીક્ષા
બીજી તરફ આજે હિસાબી અધિકારી વર્ગ-1ની 12 જગ્યા માટે ગાંધીનગરમાં પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં 2159 ઉમેદવારો ભાગ લેશે. ઉપરાંત આચાર્ય આદર્શ નિવાસી શાળા વર્ગ 2ની 19 જગ્યા માટે ગાંધીનગરમાં જ પરીક્ષા યોજાશે જેમાં 1495 ઉમેદવારો ભાગ લેશે.
ઇજનેર પરીક્ષા
પાણીપુરવઠા બોર્ડમાં નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરની 28 જગ્યા માટે 15230 ઉમેદવારો પરીક્ષા આપશે. રાજકોટ, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ અને સુરતમાં આ પરીક્ષા યોજાશે.
પરીક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત
હિસાબી અધિકારીની પરીક્ષાનો સમય સવારે 10થી 6 વાગ્યાનો છે જ્યારે આદર્શ નિવાસી શાળા અધિકારીની પરીક્ષા સવારે 11થી 2 સુધી યોજાશે. ઇજનેરની પરીક્ષા સવારે 11થી 6 વાગે યોજાશે. પરીક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


