ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'હું ખૂબ નસીબદાર છું...', જાન્હવી કપૂરે અંશુલા અને અર્જુન કપૂર સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો

દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની પ્રિય જાહ્નવી કપૂર અવારનવાર સમાચારોમાં રહે છે. હાલમાં જ જાહ્નવીએ એક ઈન્ટરવ્યુમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. તે દરમિયાન જાહ્નવીએ અંશુલા કપૂર અને અર્જુન કપૂર સાથેના તેના સંબંધો વિશે પણ ઘણા ખુલાસા કર્યા હતા. જાહ્નવીએ કહ્યું કે માતા શ્રીદેવીના મૃત્યુ પછી અર્જુન અને અંશુલા કપૂર તેના અને ખુશીના જીવનનો મહત્વà
12:43 PM Apr 27, 2022 IST | Vipul Pandya
દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની પ્રિય જાહ્નવી કપૂર અવારનવાર સમાચારોમાં રહે છે. હાલમાં જ જાહ્નવીએ એક ઈન્ટરવ્યુમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. તે દરમિયાન જાહ્નવીએ અંશુલા કપૂર અને અર્જુન કપૂર સાથેના તેના સંબંધો વિશે પણ ઘણા ખુલાસા કર્યા હતા. જાહ્નવીએ કહ્યું કે માતા શ્રીદેવીના મૃત્યુ પછી અર્જુન અને અંશુલા કપૂર તેના અને ખુશીના જીવનનો મહત્વà
દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની પ્રિય જાહ્નવી કપૂર અવારનવાર સમાચારોમાં રહે છે. હાલમાં જ જાહ્નવીએ એક ઈન્ટરવ્યુમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. તે દરમિયાન જાહ્નવીએ અંશુલા કપૂર અને અર્જુન કપૂર સાથેના તેના સંબંધો વિશે પણ ઘણા ખુલાસા કર્યા હતા. જાહ્નવીએ કહ્યું કે માતા શ્રીદેવીના મૃત્યુ પછી અર્જુન અને અંશુલા કપૂર તેના અને ખુશીના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. આટલું જ નહીં, જાહ્નવીએ એમ પણ કહ્યું કે અર્જુન અને અંશુલા કપૂરે તેને મોટા ભાઈ અને મોટી બહેન તરીકે ઘણો પ્રેમ અને ટેકો આપ્યો છે.
અર્જુન અને અંશુલા કપૂર સાથેના તેના સંબંધો વિશે વધુ વાત કરતાં, જાન્હવી કહે છે, “અમારા જીવનમાં અર્જુન ભૈયા અને અંશુલા દીદીના આગમનથી અમે અત્યંત સુરક્ષિત અને મજબૂત અનુભવીએ છીએ. અમારા જીવનના આવા નિર્ણાયક સમયે, અમને મોટી બહેન અને ભાઈ મળ્યા છે. હું આ માટે મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું અને કહેવા માંગુ છું કે આનાથી વધુ સારું બીજું કંઈ હોઈ જ ન શકે.
પપ્પા બોની કપૂર સાથે ખૂબ જ બોન્ડીંગ શેર કરે છે
તેણે તેના ચારેય વચ્ચેના સંબંધો વિશે પણ વાત કરી. તેણે કહ્યું, 'પપ્પા પણ સિંગલ ડેડ્સ તરીકે અમારા માટે ઘણો  સપોર્ટ કરી રહ્યા છે. પપ્પા માટે પણ તે તદ્દન નવું હશે પણ મને ખુશી અ વાતની છે કે તે અમારા બધાના સૌથી  સારા મિત્ર બની ગયા છે. અમારા સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને પારદર્શક બન્યા છે. મને લાગે છે કે તેમણે માત્ર મારી સાથે જ નહીં, પરંતુ અમે ચારેય ભાઈ-બહેનો સાથે ખૂબ જ સારું બોન્ડીંગ વિકસાવ્યું છે. અમે એક ટીમની જેમ  છીએ. નોંધનીય છે કે અર્જુન કપૂર અને અંશુલા કપૂર બોની કપૂર અને્ તેમની પહેલી પત્ની મોના શૌરીના સંતાનો છે. તે જ સમયે, જાહ્નવી કપૂર અને ખુશી કપૂરનો જન્મ શ્રીદેવી સાથે બીજા લગ્ન પછી થયો હતો
 
Tags :
AnshulaKapoorArjunKapoorGujaratFirstJanhviKapoor
Next Article