સુવાવડ
'જો દીકરા ચિંતા ન કરતો. તારી વહુ ભૂમિકાને દીકરો આવે કે દીકરી! બસ, ઘરમાં બાળકની કિલકારી ગુંજવી જોઈએ.'મા-દીકરાની વાતો સાંભળીને, વસ્તારી પરિવારના રસોડે; પ્રથમવારની ગર્ભાવસ્થાના પૂરા દિવસોમાં પરસેવે-રેબઝેબ, થાકેલી ભૂમિકા લોટનો પીંડો બાંધતી બાંધતી બહાર આવી. તેને ગયા વરસે સુવાવડ માટે આવેલાં નણંદબાની યાદ આવી. બાએ છેક લગી, એમને સળી ભાંગીને બે નહોતી કરવા દીધી. પોતાને ફસડાતા બચાવતી; ભૂમિકા,
02:34 AM Jul 14, 2022 IST
|
Vipul Pandya
"જો દીકરા ચિંતા ન કરતો. તારી વહુ ભૂમિકાને દીકરો આવે કે દીકરી! બસ, ઘરમાં બાળકની કિલકારી ગુંજવી જોઈએ."
મા-દીકરાની વાતો સાંભળીને, વસ્તારી પરિવારના રસોડે; પ્રથમવારની ગર્ભાવસ્થાના પૂરા દિવસોમાં પરસેવે-રેબઝેબ, થાકેલી ભૂમિકા લોટનો પીંડો બાંધતી બાંધતી બહાર આવી. તેને ગયા વરસે સુવાવડ માટે આવેલાં નણંદબાની યાદ આવી. બાએ છેક લગી, એમને સળી ભાંગીને બે નહોતી કરવા દીધી.
પોતાને ફસડાતા બચાવતી; ભૂમિકા, "બા, બહુ ઉદારતામતી...! પોતાની જણેલીને જ ગર્ભાવસ્થામાં આરામ જોઈએ?”
બાને, દીકરાની આંખોમાં એ જ સવાલ વંચાયો.
Next Article