Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશની આંતરિક સુરક્ષા માટે PM અને HMનું આજથી મનોમંથન

દિલ્હીમાં આજથી 3 દિવસીય DGP કોન્ફરન્સ 22 જાન્યુઆરી સુધી પુસામાં ચાલશે કોન્ફરન્સ દેશની આંતરિક સુરક્ષા અંગે મળશે DGP કોન્ફરન્સ તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશક, મહાનિરીક્ષક જોડાશેPM મોદી, અમિત શાહ કોન્ફરન્સમાં રહેશે હાજર ગુપ્તચર એજન્સીઓના વડાઓ પણ રહેશે હાજર સરહદ પર ડ્રોન સમસ્યા, જમ્મૂ કાશ્મીર આતંકવાદ, નક્સલવાદ સહિત સાયબર સુરક્ષા સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચારેડિક્લાઈઝેશન, ક્રિપ્ટà«
દેશની આંતરિક સુરક્ષા માટે pm અને hmનું આજથી મનોમંથન
Advertisement
  • દિલ્હીમાં આજથી 3 દિવસીય DGP કોન્ફરન્સ 
  • 22 જાન્યુઆરી સુધી પુસામાં ચાલશે કોન્ફરન્સ 
  • દેશની આંતરિક સુરક્ષા અંગે મળશે DGP કોન્ફરન્સ 
  • તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશક, મહાનિરીક્ષક જોડાશે
  • PM મોદી, અમિત શાહ કોન્ફરન્સમાં રહેશે હાજર 
  • ગુપ્તચર એજન્સીઓના વડાઓ પણ રહેશે હાજર 
  • સરહદ પર ડ્રોન સમસ્યા, જમ્મૂ કાશ્મીર આતંકવાદ, નક્સલવાદ સહિત સાયબર સુરક્ષા સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા
  • રેડિક્લાઈઝેશન, ક્રિપ્ટો કરન્સીના દુરુપયોગ, ડાર્ક વેબથી સ્મગ્લિંગ, ઉત્તર-પૂર્વમાં ઉગ્રવાદી સમસ્યા મુદ્દાઓ પર થશે ચર્ચા
  • નોર્કોટેરર પર ગાળિયો કસવા બનાવાશે યોજના
  • દરિયાઈ સુરક્ષા અંગે પણ બેઠકમાં થશે વિશેષ ચર્ચા
  • ગેંગસ્ટર્સ, આતંકવાદી ગઠજોડ પર અંકૂશ અંગે પણ બનાવાશે યોજના
આજથી, તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક (DGP/IGP) દિલ્હીમાં દેશની આંતરિક સુરક્ષા (Internal Security) પર વિચારમંથન કરશે. આ કોન્ફરન્સ 20, 21 અને 22 જાન્યુઆરીએ મધ્ય દિલ્હીના પુસા ખાતે યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ ભાગ લેશે. બેઠકમાં તમામ ગુપ્તચર એજન્સીઓના ટોચના અધિકારીઓ પણ હાજર રહેશે.

આગળનો રોડમેપ તૈયાર થશે
બેઠકમાં સરહદ પર ડ્રોનનો ખતરો, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, નક્સલ સમસ્યા સહિત સાયબર સુરક્ષા પર નવી બ્લુ પ્રિન્ટ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, આ કોન્ફરન્સનો એજન્ડા કટ્ટરપંથી, ક્રિપ્ટો કરન્સીનો દુરુપયોગ, ડાર્ક વેબ દ્વારા દાણચોરી અને આતંકવાદી કાર્યવાહી, ઉત્તર પૂર્વમાં ઉગ્રવાદી સમસ્યા, સરહદ વ્યવસ્થાપન સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીને ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે.

અધિકારીઓ ભવિષ્યની યોજનાઓ શેર કરશે
માદક દ્રવ્યોના વેપારને રોકવા અને નાર્કોટેરરિસ્ટો પર કડક કાર્યવાહી કરવાની પણ યોજના બનાવવામાં આવશે. આ ઉપરાંત દરિયાની કોસ્ટલ સિક્યુરિટી પર પણ ગંભીર ચર્ચા થશે. ડીજીપી અને આઈજીપી સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં તેમના વિચારો અને ભાવિ યોજનાઓ શેર કરશે. આ બેઠકમાં ગેંગસ્ટરો અને આતંકવાદીઓના ગઠબંધન પર કડક કાર્યવાહી કરવા માટે એક મોટો એક્શન પ્લાન પણ બનાવવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×