'દેશની સુરક્ષા માટે સરહદી ગામોનો મહત્વપૂર્ણ ફાળો, ઉજડેલા ગામો ફરી વસાવવા પ્રયાસ થાય'
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે દેશ માટે સૌથી મોટો ખતરો ચીનની સરહદ પર છે. આ સાથે તેમણે કહ્યું છે કે લિપુલેખ, બડાહોટી અને અરુણાચલ પ્રદેશમાં ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે. બોર્ડર ટુરિઝમ કલ્ચર વિકસાવવા પર ભાર મૂક્યો સીડીએસ જનરલ અનિલ ચૌહાણે બોર્ડર ટુરિઝમ કલ્ચર વધારવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે દરેકને પોતાની સરહદો જોવાની ઈચ્છા હોય છે, તેથી બોરà«
12:25 PM Dec 17, 2022 IST
|
Vipul Pandya
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે દેશ માટે સૌથી મોટો ખતરો ચીનની સરહદ પર છે. આ સાથે તેમણે કહ્યું છે કે લિપુલેખ, બડાહોટી અને અરુણાચલ પ્રદેશમાં ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે.
બોર્ડર ટુરિઝમ કલ્ચર વિકસાવવા પર ભાર મૂક્યો
સીડીએસ જનરલ અનિલ ચૌહાણે બોર્ડર ટુરિઝમ કલ્ચર વધારવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે દરેકને પોતાની સરહદો જોવાની ઈચ્છા હોય છે, તેથી બોર્ડર ટુરિઝમ કલ્ચર પર ભાર મુકવો જોઇએ.
સરહદે ઉજ્જડ થઇ રહેલા ગામોને ફરી વસાવવા પર મુક્યો ભાર
સીડીએસ જનરલ અનિલ ચૌહાણે ઉત્તરાખંડમાં સરહદી ગામોમાં થઈ રહેલા સ્થળાંતર પર કહ્યું કે રાજ્યના ઘણા ગામો ઉજ્જડ થઈ ગયા છે. આ ગામડાઓ ફરી વસાવી શકાય છે કે કેમ તે અંગેની શક્યતાઓ ચકાસવી જોઇએ. તેમણે કહ્યું કે દેશની સુરક્ષામાં સરહદી ગામોનો ફાળો મહત્વનો હોય છે. તેથી જ અહીં વસ્તીનું પુનઃસ્થાપન થાય તે જરૂરી છે.
તેમણે સરહદી વિસ્તારોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાની હિમાયત કરી.. તેમણે કહ્યું કે આપણે જોવું પડશે કે શું આપણે સરહદી પર્યટનને લોકપ્રિય બનાવી શકીએ છીએ. આ માટે જરૂરી પગલાં લેવાવા જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article