Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઇમરાન ખાનની 'ગંદી વાત', મહિલા સાથેનો કથિત ઓડિયો વાયરલ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનનો કથિત ઓડિયો વાયરલમહિલા સાથે ફોન સેક્સ કરતા હોવાનો ઓડિયો પીટીઆઇએ ચારિત્ર્ય હનનનો આરોપ લગાવ્યોપાકિસ્તાન (Pakistan)ના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાન (Imran Khan)નો એક ઓડિયો લીક થયો છે, જેમાં તેઓ કથિત રીતે એક મહિલા સાથે ફોન સેક્સ કરતા સાંભળવામાં આવ્યા છે. આ ઓડિયો ક્લિપ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પાકàª
ઇમરાન ખાનની  ગંદી વાત   મહિલા સાથેનો કથિત ઓડિયો વાયરલ
Advertisement
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનનો કથિત ઓડિયો વાયરલ
  • મહિલા સાથે ફોન સેક્સ કરતા હોવાનો ઓડિયો 
  • પીટીઆઇએ ચારિત્ર્ય હનનનો આરોપ લગાવ્યો
પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાન (Imran Khan)નો એક ઓડિયો લીક થયો છે, જેમાં તેઓ કથિત રીતે એક મહિલા સાથે ફોન સેક્સ કરતા સાંભળવામાં આવ્યા છે. આ ઓડિયો ક્લિપ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પાકિસ્તાની પત્રકાર શૈયદ અલી હૈદરે આ ક્લિપને બે ભાગમાં રિલીઝ કરી છે.
વાયરલ થયેલી ઓડિયો ક્લિપ જૂની
વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપ જૂની હોવાનું કહેવાય છે. મહિલા સાથે ઈમરાનની કથિત વાતચીતનો બીજો ઓડિયો તાજેતરના દિવસોનો હોવાનું જણાય છે. જેમાં ઈમરાન ખાન મહિલાને નજીક આવવાનું કહી રહ્યા છે, જેને તે સતત નકારી રહ્યા છે. આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે.
ઓડિયોની વાતચિત
વાયરલ ઓડિયોમાં મહિલા કહેતી સંભળાય છે, "ઇમરાન તેં મારા માટે શું કર્યું? હું તમારી પાસે આવી શકતી નથી." એ જ ઓડિયો ક્લિપમાં, મહિલા ઈમરાન ખાનને બીજા દિવસે આવવાનું કહે છે, જેના પર ઈમરાન કહે છે, "તે બીજા દિવસ માટે તેનું શેડ્યૂલ બદલી નાખશે."
આ જ ઓડિયો ક્લિપમાં મહિલા કહે છે કે તેણીને પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો હોવાથી તે તેને મળી શકતી નથી. તેણીની તબિયત સુધર્યા પછી જ તેણી તેને મળવાનો પ્રયાસ કરશે. આ પછી ઈમરાન ખાન કહે છે, 'મારો પરિવાર અને મારા બાળકો આવી રહ્યા છે. હું જોઉં છું કે શું શક્ય છે. હું તેમની મુલાકાત થોડા સમય માટે મુલતવી રાખવાનો પ્રયાસ કરીશ. હું તમને કાલે કહીશ.'
પાકિસ્તાનના રાજકારણમાં નવો વિવાદ 
ઈમરાન ખાનનો આ કથિત ઓડિયો આ દિવસોમાં વાયરલ થયો છે. આ ક્લિપથી પાકિસ્તાનના રાજકારણમાં નવો વિવાદ સર્જાયો છે. આ પહેલા પણ પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયની એક ઓડિયો ક્લિપ લીક થઈ હતી. લોકો તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.પાકિસ્તાની પત્રકાર નૈલા ઇનાયત લખે છે, 'આ સેક્સ કોલ લીક થયા બાદ ઈમરાન ખાન ઈમરાન હાશ્મી બની ગયો છે.'
પીટીઆઇનો ચારિત્ર્ય હનનનો આરોપ 
જો કે વાયરલ ઓડિયો ઈમરાન ખાનનો છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ વાતચીતની સ્ટાઈલ પરથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ઈમરાન ખાન છે. તેમની પાર્ટી પીટીઆઈએ કહ્યું છે કે કથિત ઓડિયો લીક તેમના ચારિત્ર્યને બદનામ કરવાનો પ્રયાસ છે. પીટીઆઈના નેતા ડો.અરસલાન ખાલિદે કહ્યું કે ઓડિયો ક્લિપ નકલી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×