15,000 અંગોનું પ્રત્યારોપણ કરીને ભારતે બનાવ્યો રેકોર્ડ
ભારતે વર્ષ 2022માં 15,000 અંગ ટ્રાન્સપ્લાન્ટ (Organ Transplants)નો નવો રેકોર્ડ બનાવ્યો છે. આમાં વાર્ષિક 27 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. આ માહિતી આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રવિવારે આરોગ્ય મંત્રાલય દ્વારા આયોજિત નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) સાયન્ટિફિક કન્સલ્ટેશન પ્રોગ્રામમાં જણાવ્યું કે કોવિડ-19 મહામારી પછી દેશમાં અંગ પ્રત્યારોપણ ઝડપથી વધ્યું. ભૂષણે કહ્યà
Advertisement
ભારતે વર્ષ 2022માં 15,000 અંગ ટ્રાન્સપ્લાન્ટ (Organ Transplants)નો નવો રેકોર્ડ બનાવ્યો છે. આમાં વાર્ષિક 27 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. આ માહિતી આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રવિવારે આરોગ્ય મંત્રાલય દ્વારા આયોજિત નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) સાયન્ટિફિક કન્સલ્ટેશન પ્રોગ્રામમાં જણાવ્યું કે કોવિડ-19 મહામારી પછી દેશમાં અંગ પ્રત્યારોપણ ઝડપથી વધ્યું. ભૂષણે કહ્યું કે, અમારે કાર્યક્રમો, સંવાદ અને કૌશલ્ય વિકાસ માટેની વ્યૂહરચના બનાવીને આ ક્ષેત્રના પુનર્ગઠનને પ્રાથમિકતા આપવી પડશે. રાષ્ટ્રીય, રાજ્ય અને પ્રાદેશિક સ્તરે હાલની અંગ અને પેશી પ્રત્યારોપણ સંસ્થાઓની રચના અને માર્ગદર્શિકાને અપડેટ કરવાથી તેમની કામગીરીમાં સુધારો થશે.
તમામ હોસ્પિટલોમાં સેવાઓ ઉપલબ્ધ નથી
ભૂષણે કહ્યું કે દેશમાં 640 મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે, પરંતુ ટ્રાન્સપ્લાન્ટ માટે ખૂબ જ મર્યાદિત નિષ્ણાત સેવાઓ છે. આ માત્ર અમુક હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. ટેકનિકલ માનવબળ, તાલીમ અને હોસ્પિટલોના હાલના સંસાધનો સાથે આ બધાના વધુ સારા ઉપયોગ પર ભાર મૂકવો પડશે.
ટ્રાન્સપ્લાન્ટ માટે સંસ્થા વધારવાની જરૂર છે
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ભારતમાં વસ્તીના સંદર્ભમાં પરિવર્તન આવી રહ્યા છે. વૃદ્ધોની વસ્તી વધી રહી છે. તેમને સારું જીવન મળવું જોઈએ, તેનું ધ્યાન રાખવું પડશે. બીજી તરફ, લોકોને અંગદાન માટે પ્રેરિત કરવા માટે સંચાર અને જાગૃતિ વ્યૂહરચના પણ અપડેટ કરવી પડશે. આવી સંસ્થાઓ વધારવી પડશે જ્યાં ટ્રાન્સપ્લાન્ટ અને સર્જરી થઈ શકે. જે સંસ્થાઓ પર વધુ કેસ છે તેમના બોજને પણ ઘટાડવો પડશે.
સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવીને મદદ કરો
રાજેશ ભૂષણે સૂચવ્યું કે વર્તમાન કાર્યક્રમમાં થયેલી ચર્ચાઓ અને પરામર્શના આધારે એક એમઓયુ તૈયાર કરી શકાય છે. તેનો ઉપયોગ દેશ, રાજ્ય અને પ્રાદેશિક સ્તરે સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવા માટે થઈ શકે છે. જેમાં નિષ્ણાતો જરૂરીયાતમંદ લોકોને ટ્રાન્સપ્લાન્ટ અંગે સલાહ આપી શકશે અને જરૂર પડ્યે મદદ કરી શકશે.
નાગરિકો નેશનલ રજિસ્ટ્રીની મદદ લે છે
મંત્રાલયના અધિકારી વી હેકાલી ઝિમોમીએ નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ (NOTP) વિશે સમજાવ્યું. તેમ જ કહ્યું કે નાગરિકો માટે મફત હેલ્પલાઇન, નેશનલ ઓર્ગન અને ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ રજિસ્ટ્રી અને સંબંધિત માહિતી સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી રહી છે. જેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે તેમની સાથે જોડાઈને મદદ કરી શકાય છે.


