ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાકિસ્તાનમાં મોંઘવારીનો 48 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, લોકોને ઘર ચલાવવું કઠિન બન્યું

પાકિસ્તાન (Pakistan) તેના અસ્તિત્વના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે પાકિસ્તાનના સામાન્ય લોકો રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાન નાદારીની આરે પહોંચી ગયું છે. બેલઆઉટ પેકેજને લઈને IMF સાથેની વાતચીત પણ નિષ્ફળ ગઈ છે, જેના કારણે પાકિસ્તાનને કોઈ તાત્કાલિક રાહત દેખાતી નથી. પાકિસ્તાનમાં મોંઘવારીનો 4
07:19 AM Feb 11, 2023 IST | Vipul Pandya
પાકિસ્તાન (Pakistan) તેના અસ્તિત્વના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે પાકિસ્તાનના સામાન્ય લોકો રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાન નાદારીની આરે પહોંચી ગયું છે. બેલઆઉટ પેકેજને લઈને IMF સાથેની વાતચીત પણ નિષ્ફળ ગઈ છે, જેના કારણે પાકિસ્તાનને કોઈ તાત્કાલિક રાહત દેખાતી નથી. પાકિસ્તાનમાં મોંઘવારીનો 4
પાકિસ્તાન (Pakistan) તેના અસ્તિત્વના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે પાકિસ્તાનના સામાન્ય લોકો રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાન નાદારીની આરે પહોંચી ગયું છે. બેલઆઉટ પેકેજને લઈને IMF સાથેની વાતચીત પણ નિષ્ફળ ગઈ છે, જેના કારણે પાકિસ્તાનને કોઈ તાત્કાલિક રાહત દેખાતી નથી. પાકિસ્તાનમાં મોંઘવારીનો 48 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે અને જનતા પરેશાન થઇ ગઇ છે. 

ખરાબ હાલત પાકિસ્તાનની સામાન્ય જનતાની
સૌથી ખરાબ હાલત પાકિસ્તાનની સામાન્ય જનતાની છે, જેમની કમર વધતી મોંઘવારીથી ભાંગી પડી છે અને હવે સ્થિતિ એવી છે કે લોકો ખોરાકની ચિંતા કરી રહ્યા છે અને અને શિક્ષણ સહિતની અન્ય વસ્તુઓ ક્યાંક હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. પાકિસ્તાનના લોકો પર 170 અબજનો ટેક્સ બોમ્બ ફૂટ્યો છે કારણ કે પાકિસ્તાન સરકારે જાહેર કર્યું છે કે તેઓ 4 મહિના માટે આ ટેકસ વસુલશે.
પેટ્રોલ પંપ ખાલી ભાસી રહ્યા છે
પાકિસ્તાનમાં  પેટ્રોલ પંપ પર પેટ્રોલના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પહેલા જ્યાં પેટ્રોલ પંપ પર ગ્રાહકોની લાંબી લાઈનો લાગતી હતી, આજે પેટ્રોલ પંપ લગભગ ખાલી છે. તેનું કારણ એ છે કે પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલની કિંમત 262 રૂપિયા છે. પાકિસ્તાનમાં ઓછી આવક ધરાવતા લોકોને ઘરનો ખર્ચ ચલાવવા માટે પણ લોન લેવી પડે છે. લોકો કહે છે કે જીવન જીવવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે, પરંતુ આવી સ્થિતિમાં તેઓ કંઈ કરી શકતા નથી.
ખેડૂતોની હાલત પણ ખરાબ 
પાકિસ્તાનના ખેડૂતોની હાલત પણ ખરાબ છે. વધતી જતી મોંઘવારીએ ખેડૂતોના ખર્ચમાં અનેકગણો વધારો કર્યો છે. વીજળી અને વેતનના ખર્ચમાં વધારાને કારણે ખેતી હવે નફાકારક સોદો નથી. આ સાથે જ પાકિસ્તાનના લોકો માટે વીજળીનો અભાવ પણ સમસ્યા બની ગયો છે. 
આ પણ વાંચો---PM મોદી રોકી શકે છે રશિયા-યુક્રેન યુદ્ધ, અમેરિકાએ વ્યક્ત કર્યો વિશ્વાસ, કહી આ મોટી વાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BankruptcyEconomicCrisisGujaratFirstIMFInflationPakistanrecordTax
Next Article