LGએ AAPના નેતાઓ સામે માનહાનિનો દાવો કર્યો, જાણો શું છે મામલો
દિલ્હી (Delhi) ના એલજી વિનય સક્સેના (Vinay Saxena)એ ગુરુવારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને તેના પાંચ નેતાઓ વિરુદ્ધ તેમના કથિત આરોપોને લઈને માનહાનિ (Defamation)નો કેસ દાખલ કર્યો છે. સક્સેનાએ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટને AAP અને તેના કેટલાક નેતાઓને તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ ખોટા આરોપો લગાવવાથી રોકવા વિનંતી કરી હતી. AAP નેતાઓએ દાવો કર્યો છે કે સક્સેના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)ના અધ્યક્ષ તરીકેના તેમના
09:54 AM Sep 23, 2022 IST
|
Vipul Pandya
દિલ્હી (Delhi) ના એલજી વિનય સક્સેના (Vinay Saxena)એ ગુરુવારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને તેના પાંચ નેતાઓ વિરુદ્ધ તેમના કથિત આરોપોને લઈને માનહાનિ (Defamation)નો કેસ દાખલ કર્યો છે. સક્સેનાએ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટને AAP અને તેના કેટલાક નેતાઓને તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ ખોટા આરોપો લગાવવાથી રોકવા વિનંતી કરી હતી. AAP નેતાઓએ દાવો કર્યો છે કે સક્સેના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)ના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રૂ. 1,400 કરોડના કૌભાંડમાં સામેલ હતા.
2 કરોડની નુકસાનીનો દાવો
2 કરોડ રૂપિયાના નુકસાનની માંગ કરતા, દિલ્હી એલજીએ કોર્ટને કહ્યું કે AAP એ આયોજિત હેતુ સાથે કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ આક્ષેપો કર્યા છે.
આ નેતાઓ સામે કર્યો કેસ
સક્સેનાએ AAP અને તેના નેતાઓ આતિશી, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક, સંજય સિંહ અને જસ્મીન શાહ દ્વારા સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરાયેલ અને જારી કરાયેલી કથિત ખોટી અને અપમાનજનક પોસ્ટ્સ અથવા ટ્વિટ્સ અથવા વિડિયોઝને દૂર કરવા માટે નિર્દેશો માંગ્યા છે. તેમણે આમ આદમી પાર્ટી અને તેના પાંચ નેતાઓ પાસેથી વ્યાજ સહિત 2 કરોડ રૂપિયાના નુકસાન અને વળતરની પણ માંગ કરી છે.
તમામ પોસ્ટ ડિલીટ કરાવાની પણ માગ
સક્સેનાના વકીલે હાઈકોર્ટને ટ્વિટર અને યુટ્યુબને વાદી અને તેમના પરિવારના સભ્યોના ફોટોગ્રાફ્સ સાથેની ટ્વિટ્સ, રી-ટ્વિટ, પોસ્ટ, વિડીયો, કૅપ્શન્સ, ટેગલાઈન દૂર કરવા અથવા કાઢી નાખવાનો નિર્દેશ આપવા વિનંતી પણ કરી હતી.
Next Article