સિંહના રખેવાળ યાસીન જુણેજાને કરાયા સન્માનિત
ગાંડી ગીરની શાન ગણાતા સિંહ (Lion)ને ટ્રક હડફેટે મોત નીપજાવી ભાગી છુટેલા આરોપીને સાવરકુંડલાના ફોરેસ્ટ ઓફિસરે ઝડપી લીધો છે. આ ફોરેસ્ટ ઓફિસર યાસીન જુણેજાને તેમની કામગિરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. યાસીન જુણેજાને કરાયા સન્માનિતસિંહને ટ્રકની અડફેટે કચડી ભાગી છુટનાર આરોપીને પકડી પાડનાર અમરેલી (Amareli)ના સાવરકુંડલા નોર્મલ રેંજના કાબીલ ફોરેસ્ટ ઓફિસર યાસીન જુણેજાને ફરજ પ્રત્યેની નિષ
11:58 AM Jan 28, 2023 IST
|
Vipul Pandya
ગાંડી ગીરની શાન ગણાતા સિંહ (Lion)ને ટ્રક હડફેટે મોત નીપજાવી ભાગી છુટેલા આરોપીને સાવરકુંડલાના ફોરેસ્ટ ઓફિસરે ઝડપી લીધો છે. આ ફોરેસ્ટ ઓફિસર યાસીન જુણેજાને તેમની કામગિરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.
યાસીન જુણેજાને કરાયા સન્માનિત
સિંહને ટ્રકની અડફેટે કચડી ભાગી છુટનાર આરોપીને પકડી પાડનાર અમરેલી (Amareli)ના સાવરકુંડલા નોર્મલ રેંજના કાબીલ ફોરેસ્ટ ઓફિસર યાસીન જુણેજાને ફરજ પ્રત્યેની નિષ્ઠાને કારણે ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આરોપીને ભુજથી ઝડપી લીધો
સાવરકુંડલાના ગોરડકા પાસે એક ડાલામથ્થા સિંહને ટ્રકના ટાયર નીચે કચડીને નાસી છૂટનારા આરોપીને પકડવા વન વિભાગ આકાશ પાતાળ એક કરી રહ્યું હતું ત્યારે ફોરેસ્ટર યાસીન જુણેજાએ સીસીટીવી અને પ્રાઇવેટ સોર્સ દ્વારા માહિતી મેળવીને ભુજ ખાતેથી સિંહને કચડીને મોતને ઘાટ ઉતારનારા ટ્રક ડ્રાયવરની ધરપકડ કરી કોર્ટ હવાલે કર્યો હતો.
16 જેટલા સિંહના અત્યાર સુધી મોત થયા છે
ગુજરાત રાજ્યના વન વિભાગ અને હેડ ફોરેસ્ટ પ્રી.સી.સી.એફ. ચતુર્વેદી દ્વારા 26 જાન્યુઆરીના દિવસે સિંહના રખેવાળ યાસીન જુણેજા ને સન્માનિત કરીને બિરદાવ્યા હતા. વાહન અકસ્માતમાં અમરેલી જિલ્લામાં 16 જેટલા સિંહો અકસ્માતે મોતને ભેટ્યા છે અને એ કેસોમાં એક પણ આરોપીની ધરપકડ થઇ શકી નથી
વન વિભાગમાં ઉત્સાહ
ફોરેસ્ટર યાસીન જુણેજાની કાબીલેદાદ કામગીરીની નોંધ રાજ્ય સરકારે લઈને ફોરેસ્ટર યાસીન જુણેજાને સન્માનિત કરતા સાવરકુંડલા વન વિભાગમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.યાસીન જુણેજાને વન વિભાગના અધિકારીઓએ સુંદર કામગીરી બદલ બિરદાવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article