NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી
સોમવારે યુપીએસસીનું પરિણામ જાહેર થયા બાદ બુધવારે એટલે કે આજે NEET-PG પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ વાતની જાણકારી દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી છે. તેમણે પરિણામ આવ્યાની જાણકારીની સાથે પાસ થયેલા તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પણ પાઠવી છે. NEET-PG result is out, says Union Health Minister Dr. Mansukh MandaviyaHe congratulates all the students who have qualified for NEET-PG pic.twitter.com/nkqe2wPwIG— ANI (@ANI) June 1, 2022 ખાસ વાત તો એ છે કે NEET-PGà
04:00 PM Jun 01, 2022 IST
|
Vipul Pandya
સોમવારે યુપીએસસીનું પરિણામ જાહેર થયા બાદ બુધવારે એટલે કે આજે NEET-PG પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ વાતની જાણકારી દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી છે. તેમણે પરિણામ આવ્યાની જાણકારીની સાથે પાસ થયેલા તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પણ પાઠવી છે.
ખાસ વાત તો એ છે કે NEET-PGની પરીક્ષા લેવાયાના માત્ર દસ દિવસની અંદર જ નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશન દ્વારા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. NEET-PGની પરીક્ષા ગત 21 મે 2022ના રોજ લેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોવા માંગતા હોય તેઓ nbe.edu.in વેબસાઇટ પર જઇને પોતાનું પરિણામ જાણી શકે છે. ઉલ્લેખનીય છે કે પરિણામની સાથે NEET PG 2022 કટ ઓફ પણ બહાર પાડવામાં આવ્યું છે. પરિણામ જાહેર થયા બાદ હવે NBE દ્વારા મેરિટ લિસ્ટ અલગથી બહાર પાડવામાં આવશે. બોર્ડ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ વેબસાઇટ nbe.edu.in પરથી 8 જૂન, 2022ના રોજ અથવા ત્યારબાદ ડાઉનલોડ કરી શકાશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે ‘NEET-PG પરીક્ષામાં ક્વોલિફાય થયેલા તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું.’ માંડવિયાએ કહ્યું કે હું નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનની પ્રશંસા કરું છું, જેમણે નિર્ધારિત સમય કરતાં ઘણું વહેલું, માત્ર 10 દિવસમાં પરિણામ જાહેર કર્યું.
કઇ રીતે જોશો પરિણામ?
- સૌપ્રથમ ઓફિશયલ વેબસાઇટ nbe.edu.in પર જાઓ
- તેમાં NEET PG પર ક્લિક કરો
- ત્યારબાદ પરિણામની લિંક પર ક્લિક કરો
- બાદમાં પછી એક વિન્ડો ખુલશે
- આ વિન્ડોમાં તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો
- છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
Next Article