એવું એક ગામ..જ્યાના લોકોને હજું ST બસ સેવાનો લાભ જ મળ્યો નથી
ગુજરાતનું એવું એક ગામ જે બસ સેવાથી વંચિત છેઆઝાદીથી અત્યાર સુધી આ ગામ બસ સેવાથી છે વંચિતબહુચરાજી તાલુકાનું ફિંચડી ગામમાં આજદિન સુધી લોકોએ બસ સેવાનો લાભ મળ્યો નથીબસ ગામમાં ના આવતા લોકો પ્રાઇવેટ વાહનોનો લઈ રહ્યા છે સહારોફિંચડી ગામમાં 3500થી વધુની છે વસ્તીગામમાં બસ સેવા નહીં મળતા વિધાર્થીઓ ભોગવી રહ્યા છે મુશ્કેલીખાસ વિદ્યાર્થીનીઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધ્યોસમગ્ર દેશમાં આધુનિક યુà
Advertisement
- ગુજરાતનું એવું એક ગામ જે બસ સેવાથી વંચિત છે
- આઝાદીથી અત્યાર સુધી આ ગામ બસ સેવાથી છે વંચિત
- બહુચરાજી તાલુકાનું ફિંચડી ગામમાં આજદિન સુધી લોકોએ બસ સેવાનો લાભ મળ્યો નથી
- બસ ગામમાં ના આવતા લોકો પ્રાઇવેટ વાહનોનો લઈ રહ્યા છે સહારો
- ફિંચડી ગામમાં 3500થી વધુની છે વસ્તી
- ગામમાં બસ સેવા નહીં મળતા વિધાર્થીઓ ભોગવી રહ્યા છે મુશ્કેલી
- ખાસ વિદ્યાર્થીનીઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધ્યો
સમગ્ર દેશમાં આધુનિક યુગમાં સોળે કળાએ વિકાસ થઈ રહ્યો છે જેમાં શહેરોની સાથે ગામડાઓ પણ શહેરને પણ શરમાવે તેવા વિકાસની હરણફાળમાં સામેલ થઈ રહ્યા છે ત્યારે આવા સમયે તમને એક વાત જાણી ચોક્કસથી નવાઈ લાગશે કે શું ગુજરાત (Gujarat)માં હજુ એવું પણ ગામ હોઈ શકે કે જ્યાં આઝાદીથી અત્યાર સુધી આ ગામમાં લોકોને ST બસ સેવા જ મળી નથી ? તમને પણ થયું ને આશ્ચર્ય ? આવો આપણે બહુચરાજી (Bahucharaji) તાલુકાના એક એવા ગામ જઈએ અને જાણીએ લોકોની વેદના.
ગામડાઓમાં પણ વિકાસ થયો છે
ભારત દેશ આઝાદ થયાને 75 વર્ષ થયાં અને આપણે તેની હાલમાં ઉજવણી પણ કરી રહ્યા છીએ. ભારત દેશ આઝાદ થયા પછી અનેક ઉતાર ચડાવ આવ્યા અને ફરીથી હિંમતથી ઉભા થઈને નવી સિદ્ધિઓ હાંસલ કરવા સતત મહેનત કરતું રહ્યું અને આજે સમગ્ર વિશ્વમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરવામાં ખૂબ ઝડપી સફળતા પણ મળી છે. આવી મજબૂત પરિસ્થિતિમાં દેશનો દરેક ખૂણો જેમાં કોઈ શહેર હોય કે પછી છેવાડાનું કોઈ નાનું એવું ગામ જ કેમ ના હોય... તમામ ક્ષેત્રે અત્યારે સર્વાંગી વિકાસમાં શહેરની સરખામણીમાં ગામડાઓ પણ બાકાત નથી.
જો કે ફિંચડી ગામમાં હજું બસ સુવિધા નથી
હવે તમને નવાઈ એ વાતની લાગશે કે શું ગુજરાતમાં હજુ કોઈ એવું પણ ગામ હોઈ શકે કે જેમણે આઝાદીથી અત્યાર સુધી ST બસ સુવિધા જ મળી નથી અને ગામમાં આ સુવિધા જોઈ જ નથી ? હા તો આ ચોક્કસ સાચી વાત છે. મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકાનું ફિંચડી ગામ એ એવું ગામ છે કે જે હાલમાં આ ગામ ST બસની સુવિધાથી વંચિત છે. આ ગામની વસ્તીની અને જન સંખ્યાની જો વાત કરવામાં આવે તો ગામની વસ્તી અંદાજે 3000 હાજર ઉપરની છે અને ખાસ પછાત વર્ગ અને OBC સમાજની વસ્તી વધુ છે. આ ગામમાં એક ગામથી બીજા ગામ જવું હોય તો છકડા અથવા રિક્ષામાં મુસાફરી કરવા લોકો મજબૂર બન્યા છે. બસ સેવાના અભાવે ખાસ વિધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ગામમાં ધો 8 સુધીની શિક્ષણ વ્યવસ્થા છે પણ ઉચ્ચ શિક્ષણ માંટે બસ સેવાના અભાવે વિધાર્થીઓ પર અભ્યાસ પર માઠી અસર પણ પડી રહી છે.
વિદ્યાર્થી સહિત ગ્રામજનોને તકલીફ
આ ગામમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી અને લોકો સાથે તેમજ ગામના સરપંચ જોડે આ બાબતે વાત કરી તો જાણવા મળ્યું કે આઝાદીથી અત્યાર સુધી કહી શકાય કે ST બસ જેવી સુવિધાથી આ ગામ હજુ વંચિત છે. અનેક વાર રજુઆત કરી પણ તંત્રના પેટ નું પાણી પણ હલતું નથી. લોકોને બહાર ગામ જાવા કે વિધાર્થીઓને ધો 8 પછી ઉચ્ચ અભ્યાસ માટે અહીંથી પ્રાઇવેટ વાહનમાં સવારી કરવા સિવાય બીજો વિકલ્પ મળતો નથી. ગામ લોકોની એવી માંગ છે કે માત્ર જો વિધાર્થીઓ માટે શાળાના સમય મુજબ સવાર સાંજ બસ સેવા મળી રહે તો વિધાર્થીઓ ને જોખમી પ્રાઇવેટ વાહનોનો સહારોના લેવો પડે.
વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી રહ્યા છે
ગુજરાત ફર્સ્ટની ટીમે ગામની શાળામાં જઈ શિક્ષક જોડે ચિતાર મેળવવા પ્રયાસ કરતા જાણવા મળ્યું કે અહીં ગામમાં ધો 8 સુધી પ્રાથમિક શાળામાં અભ્યાસની સારી વ્યવસ્થા છે પણ ધો 8 પછીના અભ્યાસ માટે અહીંથી બહુચરાજી જવું પડે અને તે માટે સલામત સવારી એવી ST સેવાની ઉણપ છે જેથી વિધાર્થીઓને પ્રાઇવેટ વાહનો પણ સમયસર મળતા નથી જેથી વિધાર્થીઓ અભ્યાસ છોડી રહ્યા છે અને એમાં પણ વિદ્યાર્થીનીઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધુ જોવા મળી રહ્યો છે.
પ્રાઇવેટ વાહનોનો સહારો
ફિંચડી ગામમાં OBC પછાત વર્ગના લોકોની સંખ્યા વધુ છે આથી પ્રાઇવેટ વાહનોમાં સ્થાનિક લોકો માટે તેમજ અભ્યાસ સાથે સંકળાયેલ વિધાર્થીઓ માટે નો ખર્ચ પણ સરકારી બસ કરતા મોંઘો પડી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્રનું પાણી ક્યારે હલે છે અને આ ગામની પ્રાથમિક સુવિધા એવી STની મુસાફરીનું લોકોનું સ્વપ્ન ક્યારે સાકાર થશે.
આ પણ વાંચો--રાજકોટમાં ભીડનો લાભ લઇ સામાન લૂંટતી ગેંગ ઝડપાઇ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


