ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી વન-ડે, ચહલને મળી શકે છે આરામ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો (IND vs WI) આજે (27 જુલાઈ) સાંજે 7 વાગ્યે પોર્ટ ઑફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે આમને-સામને થશે. બંને ટીમો વચ્ચેની છેલ્લી બે મેચ પણ અહીં રમાઈ છે. ટીમ ઈન્ડિયા આ બે મેચ જીતીને સિરીઝ પહેલા જ જીતી ચૂકી છે. ભારતની આ બંને જીત ઘણી રોમાંચક હતી. જ્યાં પ્રથમ મેચમાં ભારતે છેલ્લા બોલે 3 રનથી જીત મેળવી હતી. બીજી મેચમાં ભારતે 2 બોલ બાકી રહેતા 2 વિકેટે જીત મેળવી હતી. આજે યોજાનારી ત
11:57 AM Jul 27, 2022 IST | Vipul Pandya
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો (IND vs WI) આજે (27 જુલાઈ) સાંજે 7 વાગ્યે પોર્ટ ઑફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે આમને-સામને થશે. બંને ટીમો વચ્ચેની છેલ્લી બે મેચ પણ અહીં રમાઈ છે. ટીમ ઈન્ડિયા આ બે મેચ જીતીને સિરીઝ પહેલા જ જીતી ચૂકી છે. ભારતની આ બંને જીત ઘણી રોમાંચક હતી. જ્યાં પ્રથમ મેચમાં ભારતે છેલ્લા બોલે 3 રનથી જીત મેળવી હતી. બીજી મેચમાં ભારતે 2 બોલ બાકી રહેતા 2 વિકેટે જીત મેળવી હતી. આજે યોજાનારી ત

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો (IND vs WI) આજે (27 જુલાઈ) સાંજે 7 વાગ્યે પોર્ટ
ઑફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે આમને-સામને થશે. બંને ટીમો વચ્ચેની છેલ્લી બે
મેચ પણ અહીં રમાઈ છે. ટીમ ઈન્ડિયા આ બે મેચ જીતીને સિરીઝ પહેલા જ જીતી ચૂકી છે.
ભારતની આ બંને જીત ઘણી રોમાંચક હતી. જ્યાં પ્રથમ મેચમાં ભારતે છેલ્લા બોલે 3 રનથી
જીત મેળવી હતી. બીજી મેચમાં ભારતે 2 બોલ બાકી રહેતા 2 વિકેટે જીત મેળવી હતી. આજે
યોજાનારી ત્રીજી મેચમાં આવી જ કેટલીક રસપ્રદ ટક્કર જોવા મળી શકે છે.


ભારતીય ટીમ માટે આ સિરીઝમાં સૌથી સારી વાત એ
રહી છે કે ટોપ ઓર્ડરના ત્રણેય બેટ્સમેન લયમાં છે. સૂર્યકુમાર યાદવ સિવાય
, દીપક હુડા, સંજુ સેમસન અને અક્ષર પટેલે પણ છેલ્લી
મેચમાં સારું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં પણ શાર્દુલ ઠાકુર બંને મેચમાં શાનદાર
રહ્યો છે. યુઝવેન્દ્ર ચહલે તેને સારો સાથ આપ્યો છે.


આ શ્રેણીમાં વિન્ડીઝના બેટ્સમેનોએ પણ પોતાના
પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. શ્રેણીની શરૂઆત પહેલા વિન્ડીઝ માટે સૌથી મોટો
પડકાર એ હતો કે તે સંપૂર્ણ 50 ઓવર સુધી બેટિંગ કરી શકે. કારણ કે તે પહેલા
ODI ક્રિકેટમાં વિન્ડીઝના બેટ્સમેનો બહુ
ઓછા પ્રસંગોએ 50 ઓવર રમી શક્યા હતા. હાલમાં છેલ્લી બે મેચોમાં વિન્ડીઝના
બેટ્સમેનોએ 50 ઓવર રમીને 300 રન બનાવ્યા છે. વિન્ડીઝ માટે શાઈ હોપ્સ
, કાયલ મેયર્સ, શમરાહ બ્રૂક્સ સતત સારા રન બનાવી રહ્યા
છે. નિકોલસ પૂરને પણ છેલ્લી મેચમાં સારી ઇનિંગ રમી હતી. વિન્ડીઝના ખેલાડીઓ
બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે.


શિખર ધવન આ વર્ષે સારી સ્થિતિમાં છે. આવી
સ્થિતિમાં તે ડ્રીમ 11 ટીમની કેપ્ટનશીપ માટે યોગ્ય પસંદગી બની શકે છે. નિકોલસ
પૂરને છેલ્લી મેચમાં જોરદાર ઇનિંગ રમી હતી
, આવી સ્થિતિમાં તેને ડ્રીમ-11નો વાઇસ કેપ્ટન બનાવવો વધુ સારો સાબિત થઈ
શકે છે. આ સિવાય શાઈ હોપ્સ
,
કાયલ મેયર્સ, શ્રેયસ અય્યર અને શુભમન ગિલ બેટિંગમાં
શાનદાર લયમાં જોવા મળી રહ્યા છે. ડ્રીમ-11માં આ ખેલાડીઓ સારા પોઈન્ટ મેળવી શકે છે.
બોલરોમાં શાર્દુલ ઠાકુર
, મોહમ્મદ સિરાજ, અલઝારી જોસેફ, રવિ બિશ્નોઈ (યુઝવેન્દ્ર ચહલને આ
મેચમાં આરામ આપવામાં આવી શકે છે) જેવા ખેલાડીઓ તમારા ડ્રીમ-11 માટે યોગ્ય ખેલાડી
બની શકે છે.

Tags :
ChahalGujaratFirstIndiaINDVsWIthirdODIWestIndies
Next Article